Gujarat government jobs : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરનાર માટે ખુશખબર: આગામી 10 વર્ષમાં થશે 94,000 ભરતી!
Gujarat government jobs : ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 10 વર્ષ માટે ભરતીની યોજના જાહેર કરવામાં આવી છે. આ દૌરમાં કુલ 94,000 થી વધુ પોસ્ટ માટે ભરતી થશે, જેનો લાભ હજારો ઉમેદવારોને મળશે. સરેરાશ દર વર્ષે 9,400 નવી સરકારી નોકરીઓની તકો ઊભી થશે.
આગામી વર્ષોમાં કેટલી ભરતી થશે?
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 2033 સુધીની ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં નોકરીઓની સંખ્યા નીચે મુજબ રહેશે:
2025: 11,300
2026: 6,503
2028: 5,427
2029: 430
2030: 8,283
2031: 8,396
2032: 18,496
2033: 13,143

કયા વિભાગોમાં થશે ભરતી?
આ ભરતીમાં શિક્ષણ વિભાગ, ટેક્નિકલ વિભાગ અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં વિવિધ પોસ્ટ ભરાશે. જેમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતની વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓ સમાવિષ્ટ થશે.
સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. ભરતી પ્રક્રિયા સંબંધિત વધુ વિગતો માટે અધિકૃત વેબસાઇટ પર નજર રાખવી જરૂરી છે.



