26.2 C
London
Friday, June 13, 2025

Gujarat coronavirus update: કોરોના ફરી સક્રિય: ગુજરાતમાં એક જ દિવસે નોંધાયા 119 કેસ

Gujarat coronavirus update: કોરોના ફરી સક્રિય: ગુજરાતમાં એક જ દિવસે નોંધાયા 119 કેસ

Gujarat coronavirus update: રાજ્યમાં કોરોનાના નવા કેસ ફરી વધવા લાગ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં 119 નવા કોરોના સંક્રમિતો નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 500 ને પાર પહોંચી ગઈ છે. આ સંખ્યામાં હાલમાં 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 409 લોકો ઘરેથી આઈસોલેશનમાં છે.

આધિકારીક માહિતી અનુસાર, તાજેતરમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યુ કે આજ સુધી કુલ 508 એક્ટિવ કેસ નોંધાયા છે.

Gujarat coronavirus update

ભારતીય મેડિકલ સંશોધન પરિષદ (ICMR) દ્વારા જણાવાયું છે કે હાલનું સંક્રમણ ઓમિક્રોન સબવેરિઅન્ટ NB.1.8.1ના કારણે ફેલાઈ રહ્યું છે, જે ઝડપથી વ્યાપે છે પરંતુ તીવ્રતા ઓછી છે. આના લક્ષણ સામાન્ય રીતે તાવ, ઉધરસ, ગળામાં દુખાવા, થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, નાકમાંથી પાણી આવવું અને ભૂખ ન લાગવું જેવી સામાન્ય સિઝનલ ફલૂ જેવી રીતે હોય છે.

Gujarat coronavirus update

આ કારણે આરોગ્ય નિષ્ણાતો લોકોએ સાવધાની રાખવા અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને હેન્ડ હાઈજીનનો ખાસ ધ્યાન રાખવાની વિનંતી કરી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img