Gujarat Cabinet Expansion: ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ 7 એપ્રિલ સુધી શક્ય, મોઢવાડિયા-સી.જે. ચાવડાના નામ ચર્ચામાં
Gujarat Cabinet Expansion: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂરુ થતા રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીમંડળ વિસ્તરણ એપ્રિલના પહેલા અઠવાડિયામાં થઇ શકે છે.
મંત્રીમંડળમાં કેટલા મંત્રી જોડાશે?
હાલ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત 8 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ કાર્યરત છે. સૂત્રોના મતે, આ સંખ્યા વધારવાની સંપૂર્ણ શક્યતા છે.
પૂર્વ કોંગ્રેસી નેતાઓને મળશે સ્થાન!
ભાજપના જૂના નેતાઓ કેટલાક પૂર્વ કોંગ્રેસી નેતાઓને મંત્રીપદ આપવાના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાં, હાઈકમાન્ડના નિર્દેશ અને પૂર્વ કોંગ્રેસી નેતાઓ સાથે કરાયેલા વચનોને ધ્યાનમાં રાખી, આ નિર્ણય અમલમાં આવશે.
કોના માટે ખતરો? કોના માટે તક?
હાલના ચાર પૂર્વ કોંગ્રેસી મંત્રીઓમાંથી બેને રાજીનામું આપવું પડી શકે છે.
ડૉ. સી.જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે.
નવી જવાબદારીઓ માટે કેટલાક યુવા નેતાઓને પણ તક મળી શકે છે.
પ્રદેશ પ્રમુખના નામે મૂંઝવણ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંગે હાઈકમાન્ડમાં મતભેદ છે, અને હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી.
વિસ્તરણ સાથે ખાતાઓમાં ફેરફાર
મહત્વના વિભાગોની ફેર-વહેંચણી પણ થશે, જેથી મંત્રીઓના વર્કલોડમાં સંતુલન લાવી શકાય.
કેટલાક મોટા વિભાગો નવા મંત્રીઓને સોંપાશે.
ક્યારે થશે મંત્રીમંડળ વિસ્તરણ?
વિધાનસભા સત્રના અંત પછી, 27 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે મંત્રીમંડળ વિસ્તરણ થવાની શક્યતા છે.
ગાંધીનગર સચિવાલયમાં પણ આ મુદ્દો ચર્ચાનો હોટ ટોપિક બની ગયો છે.
નવીન યુવા નેતાઓને જવાબદારી મળશે?
ભાજપ ભવિષ્યની રાજકીય ગોઠવણોને ધ્યાનમાં રાખીને, યુવા નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી આપી શકે છે. આથી, મંત્રીમંડળમાં યુવા પ્રત્યિનિધિત્વ વધવાનું પણ શક્ય છે.