4.3 C
London
Wednesday, November 19, 2025

Gujarat Board Exam Result 2025: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? જાણો તમામ અપડેટ્સ!

Gujarat Board Exam Result 2025: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? જાણો તમામ અપડેટ્સ!

Gujarat Board Exam Result 2025: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવા માટેની કામગીરી અંતિમ તબક્કામાં છે. સામાન્ય રીતે આ પરીક્ષાઓ માર્ચના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં યોજાતી હોય છે . આ વર્ષે તે ફેબ્રુઆરીના અંતમાં લેવામાં આવી હતી. પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર થાય અને હાયર એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા વિલંબિત ન થાય, તે માટે બોર્ડ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ક્યારે જાહેર થશે પરિણામ?

બોર્ડના સૂત્રો અનુસાર, ધોરણ 10 અને 12નું પરિણામ એપ્રિલના અંતમાં જાહેર થવાની સંભાવના છે. પરિણામની તૈયારીઓ ગતિશીલ છે અને ચકાસણીનું કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરવહીઓ ચકાસણીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે

Gujarat Board Exam Result 2025

પરીક્ષાના પરિણામની તૈયારી માટે રાજ્યભરના 450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રોમાં 65,000થી વધુ શિક્ષકો કામે લગાડવામાં આવ્યા છે.

કુલ 77 લાખ ઉત્તરવહીઓની ચકાસણી કરવાનું હતું.

અત્યાર સુધીમાં 69 લાખ ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે.

બાકીની ચકાસણી 4 એપ્રિલ સુધીમાં પૂરી કરવાની તૈયારી છે.

શિક્ષકો માટે કડક પગલાં

ઉત્તરવહી ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છતાં હાજર ન રહેનારા શિક્ષકો સામે બોર્ડે કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ ફટકારી છે.

વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ

હાયર એજ્યુકેશનમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પરિણામ સમયસર આવવું મહત્વનું છે. ગુજરાત બોર્ડના અધિકારીઓ પરિણામ જાહેર કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને વધુ રાહ જોવી ન પડે. તાજેતરના અપડેટ્સ માટે વિદ્યાર્થીઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવી જોઈએ.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img