GST evasion in Gujarat: ગુજરાતમાં GST વિભાગે રેડીમેડ ગારમેન્ટ યુનિટ્સ પર રેડ કરતા 1.48 કરોડની કરચોરી ઝડપાઈ
GST evasion in Gujarat: અમદાવાદ, મહેસાણા અને પાલનપુરમાં રેડીમેડ કપડાની દુકાનો પર GST વિભાગે દરોડા પાડી 15 એકમોનું તપાસ પૂર્ણ કર્યું છે. આ તપાસ દરમિયાન રોકડ વ્યવહાર અને બિનહિસાબી વેચાણના પુરાવા મળ્યા છે.
GST વિભાગે ફરીથી વેપારીઓની કરચોરી અટકાવવા માટે સખત કાર્યવાહી હાથ ધરી છે. અમુક દુકાનોમાં વેચાણનો બરાબર હિસાબ ન થતો હોવાનું ખુલ્યું છે અને કેટલાક સ્થાનો પર રોકડ વેચાણ પણ થતું જોવા મળ્યું છે.

આ તપાસમાં કુલ 1.48 કરોડ રૂપિયાનું કરચોરીનો પર્દાફાશ થયો છે. મહેસાણાના શહેરમાં પણ થોડા દિવસ પહેલા આ પ્રકારના દરોડા કરવામાં આવ્યા હતા. સ્કૂલ યુનિફોર્મ વેચનારી દુકાનો સહિત ઓમેક્સ કલેક્શન અને રૂપરંજન જેવી દુકાનોમાં તપાસ કરી હતી. ત્યાં બિનહિસાબી વ્યવહારો અને કરચોરીની સંભાવના જોતાં GST વિભાગએ કડક કાર્યવાહી કરી છે.

GST વિભાગ દ્વારા આવનારા સમયમાં આવી કાર્યવાહી વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી બજારમાં વ્યવહાર યોગ્ય રીતે ચાલે અને કરચોરીને રોકી શકાય.



