GPSC News: ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર; ઉમેદવારો માટે જાણવું અગત્યનું!
GPSC News: GPSC થકી લેવાતા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયો છે. 200 માર્કસના 2 પ્રશ્નપત્રના બદલે હવે એક જ પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે. ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, 3 સામાન્ય અભ્યાસના 900 ગુણ હતા. પરીક્ષામાં 100 ગુણ ઈન્ટરવ્યૂ હતા. પરંતુ હવેથી ગુજરાતી અને અંગ્રેજીમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે. બાકીના વિષયોના ગુણ મેરીટમાં ગણાશે. 150 ગુણના ઈન્ટરવ્યૂ રહેશે.
એક નવા પ્રશ્નપત્રનો ઉમેરો કરાયો!
GPSCના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરાયા બાદ પ્રાથમિક કસોટીમાં 200 માર્કનું એક પ્રશ્નપત્ર રહેશે. પહેલાં પ્રાથમિક કસોટીમાં 200-200 માર્કના બે પ્રશ્નપત્રો હતા. પહેલાં મુખ્ય પરીક્ષામાં 6 પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસક્રમના 3 પ્રશ્નપત્રો હતા. હવે સામાન્ય અભ્યાસક્રમના એક નવા પ્રશ્નપત્રનો ઉમેરો કરાયો છે. હવે સામાન્ય અભ્યાસના 4 અને નિબંધનું એક મળીને કુલ 5 પ્રશ્નપત્રો રહેશે.
ઉમેદવારોની રજૂઆતને ધ્યાને આ જરૂરી ફેરફાર કરાયા
પહેલાં મુખ્ય પરીક્ષામાં 6 પ્રશ્નપત્રો હતા. ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસક્રમના 3 પ્રશ્નપત્રો હતા. હવે સામાન્ય અભ્યાસક્રમના એક નવા પ્રશ્નપત્રનો ઉમેરો કરાયો છે. દરેક પ્રશ્નપત્રના 250 માર્ક મળી કુલ 1250 માર્ક થશે. ગુજરાતી, અંગ્રેજી વિષયના ગુણ મેરિટમાં નહીં ગણાય. ગુજરાતી, અંગ્રેજી પ્રશ્નપત્રમાં 25 ટકા ગુણ મેળવવા હવે ફરજિયાત છે. પહેલાં ઈન્ટરવ્યૂના 100 ગુણ હતા. હવે ઈન્ટરવ્યૂ 150 ગુણનું રહેશે. ઉમેદવારોની રજૂઆતને ધ્યાને આ જરૂરી ફેરફાર કરાયા છે.