4.5 C
London
Saturday, November 22, 2025

Government meeting regulations: હવે નાગરિકોના કામ ઝડપથી થશે, સરકારી કાર્યક્ષમતા વધારવા માટે ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય

Government meeting regulations: હવે નાગરિકોના કામ ઝડપથી થશે, સરકારી કાર્યક્ષમતા વધારવા માટે ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય

Government meeting regulations: હવે નાગરિકોને “સાહેબ મીટિંગમાં છે” એવું કહેવામાં નહીં આવે. ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના દ્વારા સરકારી અધિકારીઓની મીટિંગ્સના સમય પર મર્યાદા લાદી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર પરિપત્રમાં જણાવ્યું છે કે હવે મીટિંગ 1 કલાકથી વધુ સમય સુધી નહિ ચાલે.

આ નવા નિયમ મુજબ, મીટિંગ શરૂ થવા માટે તમામ અધિકારીઓને પાંચ જ મિનિટ પહેલા હાજર થવું પડશે, અને શહેરથી બહારના અધિકારીઓને વર્ચ્યુઅલ મીટિંગ માટે જોડાવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી નાગરિકોની સેવાઓમાં ઝડપ આવશે અને કાર્યક્ષમતા વધશે.

Government meeting regulations

3 વર્ષમાં 2.5 કરોડનો મીટિંગ ખર્ચ

કેટલાય સમયે મીટિંગો અતિ લાંબી ચાલી જતી હતી, જેના કારણે અરજદારાઓના કામોમાં વિલંબ થતો હતો. હવે, આ મીટિંગો માત્ર 1 કલાક સુધી મર્યાદિત રહેશે, જેથી અરજદારોની સેવાઓમાં કોઈ વિલંબ નહીં થાય. આ ઉપરાંત, મીટિંગો અને નાસ્તા પર થયેલા ખર્ચ પર પણ રાજ્ય સરકારએ કટોકટી મૂકી છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં મીટિંગો અને નાસ્તા પર 2.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

Government meeting regulations

એટલે હવે શું છે?

હવે, નાગરિકોને એક કલાકથી વધુ રાહ નહિ જોવી પડે અને મીટિંગ્સના સમયને મર્યાદિત કરીને કામગીરીમાં ઝડપી સુધારો થશે. આ નવા નિર્ણયથી વિલંબ, ખર્ચ, અને સમય બચે છે, તેમજ સરકારી કાર્યને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img