2.3 C
London
Saturday, November 22, 2025

Godhra Civil Hospital: ગોધરા સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: 3D ટેકનોલોજીથી પ્રથમ ઘૂંટણ પ્રત્યારોપણ, PMJAY હેઠળ મફત સારવાર

Godhra Civil Hospital: ગોધરા સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: 3D ટેકનોલોજીથી પ્રથમ ઘૂંટણ પ્રત્યારોપણ, PMJAY હેઠળ મફત સારવાર

Godhra Civil Hospital: ગોધરા સિવિલ હોસ્પિટલએ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં એક નવી ઉપલબ્ધી હાંસલ કરી છે. અહીં પ્રથમવાર 3D ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂંટણ પ્રત્યારોપણની સફળ સર્જરી કરવામાં આવી છે.

આ અદ્યતન સારવાર ખાસ કરીને પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશાનું કિરણ સાબિત થશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયામાં થતી આ સર્જરી, હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.

અદ્યતન 3D ટેકનોલોજીનો ઉપયોગ

ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત સર્જન ડૉ. અભિરાજ પટેલના જણાવ્યા મુજબ, દર્દીના ઘૂંટણની સ્થિતિને સમજવા માટે પહેલેથી 3D સીટી સ્કેન અને એક્સ-રે કરાય છે. આ આધારે એક મોડેલ તૈયાર કરવામાં આવે છે, જે સર્જરી માટે ચોક્કસ દિશા નિર્દેશ આપે છે. આ ટેકનિકના કારણે દર્દી માટે યોગ્ય પ્લાન્ટની સાઇઝ અને એંગલ અગાઉથી નિર્ધારિત થઈ શકે છે, જે ઓપરેશનની સફળતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.]

Godhra Civil Hospital

સફળ ઓપરેશન અને દર્દીઓ માટે લાભ

પંચમહાલના કલેક્ટર આશિષકુમારે જણાવ્યું કે, હોસ્પિટલમાં બે દર્દીઓની સફળ ઘૂંટણ પ્રત્યારોપણ સર્જરી કરવામાં આવી છે. આ નવી સારવાર સુવિધા કાર્યરત થતાં ત્રણેય જિલ્લાના દર્દીઓને અત્યાધુનિક અને સસ્તી સારવારની મોટી રાહત મળશે.

ગોધરા સિવિલ હોસ્પિટલ, જે અગાઉથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આરોગ્ય સેવાનો મુખ્ય કેન્દ્ર રહી છે, હવે 3D ટેકનોલોજી દ્વારા આધુનિક ઓર્થોપેડિક સારવાર ઉપલબ્ધ કરાવશે. આ સેવા એવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેમણે આર્થિક મુશ્કેલીઓના કારણે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવામાં અસમર્થ હતા.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img