8.6 C
London
Sunday, November 23, 2025

Digital Arrest Scam: ફેક CBI, નકલી કોર્ટ અને 63 લાખનો ફ્રોડ: ડિજિટલ જાળમાં ફસાયેલા નિવૃત્ત અધિકારી

Digital Arrest Scam: ફેક CBI, નકલી કોર્ટ અને 63 લાખનો ફ્રોડ: ડિજિટલ જાળમાં ફસાયેલા નિવૃત્ત અધિકારી

Digital Arrest Scam: સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં સાઈબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવ્યો છે. બારડોલીના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી અજયભાઈ ચાવડા ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયા હતા. અજાણ્યા વોટ્સએપ નંબર પરથી આવેલા વીડિયો કોલથી આ ઠગાઈની શરૂઆત થઈ હતી. કોલ કરનારોએ તેમના સામે મુંબઈની મોટી બેંક ફ્રોડ કેસમાં સંડોવણી હોવાનો દાવો કર્યો હતો અને ધરપકડની ધમકી આપી હતી.

મુંબઈ પોલીસનો નકલી સેટઅપ અને બંધારણીય અધિકારીઓની નકલ

આઠ લાખના જેટ એરલાઈન્સ ફ્રોડમાં તેમનું નામ વાપરવામાં આવ્યુ હોવાનું કહેતા ત્રણ જણાની ટોળકીએ તેમને ભયમાં મૂકવા પ્રયત્ન કર્યો. કોલ પર, એક વ્યક્તિએ પોતાને સીબીઆઈ ઓફિસર તરીકે ઓળખાવ્યો હતો અને બીજા એકે પોતાને ન્યાયાધીશ જાહેર કર્યો હતો. વીડિયો કોલમાં કોલાબા પોલીસ મથક જેવો નકલી સેટઅપ બતાવવામાં આવ્યો હતો. આ બનાવટ એટલી વાસ્તવિક લાગી કે અજયભાઈ ગભરાઈ ગયા અને વાતોમાં આવી ગયા.

“જામીન પેટે” પૈસા ભરવાનો ષડયંત્ર

ઠગોએ અજયભાઈને જણાવ્યું કે તેમની ધરપકડ માટે વોરન્ટ જારી થઈ ગયો છે અને ખાતું પણ ફ્રીઝ થવાનું છે. જો તેમને જામીન જોઈએ, તો કેટલાક નિર્ધારિત ખાતાઓમાં રૂપિયા જમા કરાવવાનું રહેશે. અજયભાઈએ ભયના કારણે તેમની વાત માની લીધી અને અલગ- બેંકોમાં કુલ મળીને આશરે ₹61.30 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કરી દીધા.

પુત્રના હસ્તક્ષેપ બાદ ભાંડો ફૂટ્યો

જ્યારે આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે અજયભાઈનો પુત્ર એક દિવસ તેમને કોલ પર વાત કરતા જોઈ ગયો. ત્યારબાદ આખો મામલો બહાર આવ્યો. પુત્રે પિતાને સમજાવીને અને હિંમત આપીને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયો. બાદમાં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં IT એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની લાગતી કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે શરૂ કરી તપાસ

બારડોલીના ડેપ્યુટી એસ.પી. એચ.એલ. રાઠોડે જણાવ્યું કે આ એક સ્પષ્ટ ડિજિટલ અરેસ્ટનો કેસ છે. સરકાર તરફથી સતત જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે છતાંયે ઠગ ટોળકીઓ નીતનવા યુક્તિઓથી લોકોને ફસાવી રહી છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને જવાબદારો સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img