Delhi-Mumbai Expressway Construction Update : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બે મહત્વના વિભાગોનું બાંધકામ ઝડપી ગતિએ, 2025માં પૂર્ણ થવાનો નિર્દેશ
Delhi-Mumbai Expressway Construction Update : દિલ્હીથી મુંબઇ સુધીના પ્રવાસને સુગમ અને ઝડપી બનાવતો ભારતનો સૌથી મહત્વાકાંક્ષી એક્સપ્રેસવે હવે અંતિમ તબક્કામાં છે. 1350 કિમી લાંબો આ માર્ગ દેશના વિવિધ પ્રદેશો વચ્ચેના સંબંધો વધારે ઘનિષ્ઠ બનાવશે અને મુસાફરીનો સમય ઘણો ઓછો કરશે.
મોટા રાજ્યોને મળશે સીધી કનેક્ટિવિટી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો-પ્રદેશોને સીધી લિંક્સ મળશે. NHAI દ્વારા બાંધકામ કરવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનો મોટો ભાગ 2025માં પૂર્ણ થવાની સંભાવના છે.

દિલ્હીથી વડોદરા સેક્શન દિલ્હી નજીકના સોહનાથી શરૂ થઈ વડોદરા સુધી ફેલાયેલ આ ભાગ ચાર રાજ્યોને જોડે છે. ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, હેલિપેડ, એમ્બ્યુલન્સ, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન જેવી આધુનિક સુવિધાઓ તેની ખાસિયત છે. હાલ 900 કિમીનું અંતર આ માર્ગથી માત્ર 9 કલાકમાં કાપી શકાય એવું થવાની આશા છે.
વડોદરા-મુંબઇ સેક્શન ગુજરાતથી શરૂ થઈ મહારાષ્ટ્રના વિરાર સુધી ફેલાયેલ આ સેક્શન 3 રાજ્યોને જોડે છે. જંગલ, પર્વતીય વિસ્તારોને ધ્યાને લઈ ટનલ, એલિવેટેડ માર્ગ અને વન્યજીવન માટે કોરિડોર બનાવાઈ રહ્યા છે. પર્યાવરણને નુકસાન ન થાય એ દિશામાં ખાસ પ્રયાસો થઈ રહ્યા છે. MoRTH મુજબ આ પ્રોજેક્ટનું 82% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.



