Daman police arrest wedding thieves: લગ્ન સીઝનમાં ચોરીથી બચજો! દુલ્હન પર ખાસ નજર રાખતી ચોર ગેંગની દમણમાં ધરપકડ
Daman police arrest wedding thieves: દમણના નાની દમણ વિસ્તારમાં સ્થિત હોટલ સીદાદે ખાતે ગત ફેબ્રુઆરીમાં યોજાયેલા એક ભવ્ય લગ્ન સમારંભમાં ચોરીનો બનાવ બન્યો હતો. લગ્ન દરમિયાન દુલ્હનના ઘરેણા ભરેલી પર્સમાંથી ચોરી થઇ ગઇ હતી. આ બનાવમાં મધ્યપ્રદેશથી આવેલા મુખ્ય આરોપી બોબી દિનેશ સાંસી (ઉંમર 22)ની દમણ પોલીસે ઝડપી લઇ, કોર્ટમાં સોંપ્યો છે.

આ ગેંગ ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ચોરી માટે ટાર્ગેટ બનાવતી હોય છે. તેઓ સારા કપડાં પહેરીને ભવ્ય સમારંભમાં ઘૂસીને, ખાસ કરીને દુલ્હનના સોનાના દાગીનાં ઉપર નજર રાખી, તક મળતાની સાથે જ ચોરીને અંજામ આપે છે અને ઝડપથી ફરાર થઇ જાય છે. એ કારણે લગ્ન-મોસમમાં લોકોએ ખાસ સાવધ રહેવું પડશે.

દમણ પોલીસએ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરી અને સખત કાર્યવાહી અમલમાં લઈને પરિવારને ઝડપથી મદદ પહોંચાડી છે. આ ઘટના દર્શાવે છે કે લગ્નમાં ભવ્યતા સાથે સાથે સુરક્ષા પણ એટલી જ અગત્યની છે.



