CR Patil Andheshwar Mandir: અંધેશ્વર મહાદેવ મંદિરમાં આધુનિક પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ, ભક્તો માટે નવી સુવિધાઓ શરૂ
CR Patil Andheshwar Mandir: ગણદેવી તાલુકાના અમલસાડ ગામે આવેલા અંધેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ શૃંગારિક પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવસારીના લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ તમામ નવી સેવાઓ ભક્તોની સેવા માટે અર્પણ કરવામાં આવી.
2001ના જીર્ણોદ્ધાર બાદ મંદિર ટ્રસ્ટે વર્ષ 2025માં નવનિર્મિત સેવાઓ જેમ કે વિઝ્યુઅલ લાઇટિંગ, ચિત્રશાળા, સૂવિધાસભર પ્રવેશદ્વાર અને બાર જ્યોતિર્લિંગ દર્શન વ્યવસ્થાને ભક્તો માટે ખુલ્લી મૂકી છે. આ પગલાથી મંદિરનું આધ્યાત્મિક મહત્વ વધી ગયું છે.

ટ્રસ્ટની કામગીરી માત્ર ધાર્મિક વિસ્તારમાં જ નહીં પણ સામાજિક સેવા ક્ષેત્રે પણ અભિનંદનીય છે. નિમેષ પટેલના નેતૃત્વ હેઠળ ટ્રસ્ટ દ્વારા બનાવાયેલ સ્મશાનગૃહ દેશમાં પાચમું સૌથી આધુનિક ગણાય છે. સાથે જ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન માટે ટ્રસ્ટ સહાયરૂપ બને છે.

ઉદ્ઘાટન સમારંભમાં ધારાસભ્ય નરેશ પટેલ અને રાકેશ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા. ભાવિ દ્રષ્ટિએ આ મંદિર દક્ષિણ ગુજરાતના મુખ્ય ધાર્મિક પ્રવાસસ્થળ તરીકે વિકસશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


