Congress Working Committee Meeting : રાહુલ ગાંધીએ માન્યું: “પછાત વર્ગોનો વિશ્વાસ ગુમાવ્યો છે”, CWC બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસ પર ભાર
Congress Working Committee Meeting : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત આજે અમદાવાદમાં થઈ છે, જ્યાં પહેલા દિવસે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો કે પક્ષે દલિત, પછાત, આદિવાસી અને લઘુમતી વર્ગોના મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપ્યું નથી, જેના કારણે આ સમુદાયો પાર્ટીથી દુર થયા છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસ તેમના વાસ્તવિક પ્રતિનિધિઓનું મંચ બને.
CWC બેઠકની શરૂઆત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઉદ્ઘાટન સંબોધનથી થઈ, જેમાં તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને દાદાભાઈ નવરોજી જેવા દ્રષ્ટા નેતાઓનું સ્મરણ કર્યું અને જણાવ્યુ કે આ નેતાઓએ કોંગ્રેસને વિશ્વસ્તર પર એક ઓળખ આપી છે.
સમાજના તમામ વર્ગોને સમાન અવકાશ આપવાનો સંકલ્પ
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પક્ષ હવે સમાજના દરેક વર્ગના લોકોને સંગઠન અને સરકારમાં વસ્તી પ્રમાણે સ્થાન આપશે. તેમણે ખાસ કરીને પછાત, દલિત, મહિલાઓ અને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિત્વને બળ આપવાનો સંકેત આપ્યો.
તેમણે ઉમેર્યું કે, “અમે બહુ વખત બ્રાહ્મણ-દલિત-મુસ્લિમ જેવા જૂથોમાં અટવાયા, અને OBCનું મોટું સમુદાય આપણાથી દુર થતું ગયું. હવે જરૂરી છે કે સમાજના દરેક વર્ગ માટે કોંગ્રેસ અવાજ બને.”

AICCની બેઠકમાં પસાર થશે મહત્વપૂર્ણ ઠરાવો
આજની બેઠકમાં કઈ રીતે અને કયા ઠરાવો AICCમાં રજૂ કરાશે, તેનું ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. આવતીકાલે બુધવારે, સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ની બેઠક યોજાશે, જેમાં લગભગ 1700 પ્રતિનિધિઓ હાજર રહેશે.
આ બેઠકમાં ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ અંગે એક ખાસ ઠરાવ રજૂ કરવામાં આવશે, જેમાં રાજ્યના ખોટા વિકાસ મોડેલ પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે. ઉપરાંત, રાષ્ટ્રીય એકતા, અનામતનો વ્યાપ વધારવો અને પછાત વર્ગોને મેનસ્ટ્રીમમાં લાવવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
જાતિગત ગણિત અને નાની પાર્ટીઓ સાથે સહયોગ
આ અધિવેશનમાં એક ખાસ પ્રસ્તાવ તેમાં પણ હોઈ શકે છે કે કેવી રીતે કોંગ્રેસ પોતાનું નક્કી મતબેંક બનાવી શકે અને NDA સામે મજબૂત વિકલ્પ ઊભું કરી શકે. તેની સાથે જ નાના પ્રદેશી પક્ષો સાથે જોડાણ અને જાતિ આધારિત ગણિતના આધારે સામાજિક ન્યાયની નવી રણનીતિ ઘડાશે.



