2.7 C
London
Saturday, November 22, 2025

CM Bhupendra Patel school interaction : ઉત્તમપુરાની નાની સાન્યા અને મુખ્યમંત્રી વચ્ચેનો લાગણીસભર સંવાદ: “દાદા, તમે અમારી શાળામાં ક્યારે આવશો?”

CM Bhupendra Patel school interaction : ઉત્તમપુરાની નાની સાન્યા અને મુખ્યમંત્રી વચ્ચેનો લાગણીસભર સંવાદ: “દાદા, તમે અમારી શાળામાં ક્યારે આવશો?”

CM Bhupendra Patel school interaction : રાજકારણમાં અનેકવાર સમાચાર ખાટા-મીઠા બનતા હોય છે, પરંતુ કેટલાક ક્ષણો એવા હોય છે કે જ્યાં નેતૃત્વની પાછળ છુપાયેલી સહજ માનવતા ઝલકતી હોય છે. એવો જ એક સ્મરણિય પ્રસંગ બનાસકાંઠાના એક નાનકડા ગામ ઉત્તમપુરામાં સામે આવ્યો, જ્યાં ધોરણ પ્રથમમાં અભ્યાસ કરતી નાનકડી છોકરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શબ્દોના બદલે લાગણીઓથી ભરેલો એક સુંદર સંવાદ કર્યો.

માહોલ એક ગંભીર વીડીયો કોન્ફરન્સનો હતો, જેમાં રાજ્યભરના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની વ્યવસ્થાપન સમિતિના સભ્યો મુખ્યમંત્રીએ સાથે જોડાયેલા હતા. શિક્ષણની ગતિશીલતા, શાળાઓની જરૂરિયાતો અને કામગીરી અંગે ચર્ચા ચાલતી હતી. પરંતુ એ બધાં વચ્ચે, નાની સાન્યા પ્રજાપતિના મુખમાંથી ઉચરાયેલાં શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક અને પછી તેનું એક નિર્દોષ પ્રશ્ન સૌનું ધ્યાન ખેંચી ગયો – “દાદા, તમે અમારી શાળામાં ક્યારે આવશો?”

CM Bhupendra Patel school interaction

મુખ્મંત્રીના ચહેરા પર તરત જ પિતૃત્વભર્યું સ્મિત પ્રસરી ગયું. તેમણે પણ એ બાળિકાને એટલી જ ભક્તિ અને પ્રેમભર્યા શબ્દોમાં જવાબ આપ્યો: “જ્યારે પણ હું ત્યાં આવીશ, ત્યારે તને મળવા ચોક્કસ આવીશ.”

આ સંવાદ એટલો હૃદયસ્પર્શી હતો કે તે માત્ર બંને વચ્ચે નહીં, પણ સમગ્ર રાજ્યની શાળાઓ અને તેમના સંચાલન સમિતિના સભ્યો સુધી હૈયાની એક ઊંડી લાગણી રોમાંચિત રીતે પહોંચાડી ગયો. મુખ્યમંત્રીએ માત્ર વચન આપ્યું નહીં, પણ એ પણ દર્શાવ્યું કે રાજ્યના ભવિષ્ય રૂપે શાળાના નાનકડા વિદ્યાર્થીનીઓ સાથેની વાતચીતમાં પણ તેઓ ભાવના અને લાગણીઓ સાથે જોડાયેલા છે.

CM Bhupendra Patel school interaction

શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજય સતત નવી પહેલો અપનાવી રહ્યું છે, પરંતુ શિક્ષણની વાસ્તવિક ઊંચાઈ ત્યારે આવે છે જ્યારે નેતૃત્વ વ્યક્તિગત સ્તરે દરેક બાળક સાથે સંબંધ જોડી શકે – સાચો નેતા એ હોય છે જે બાળકના પ્રશ્નને પણ ગૌરવ સાથે સાંભળે. સાન્યાની આ નાની અરજી અને મુખ્યમંત્રીનો પ્રેમભર્યો જવાબ એ સમાજને સંદેશ આપે છે કે શાળાઓ ફક્ત અભ્યાસની જગ્યા નથી, પણ ભવિષ્ય ઘડવાની તંત્ર છે – જ્યાં રાષ્ટ્રીય નેતાઓ પણ બાળકોની આત્મિયતાથી પ્રભાવિત થાય છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img