CISF Security Initiative : દેશની સુરક્ષા માટે CISFની અનોખી પહેલ: લખપતથી કન્યાકુમારી સુધી 6500 કિમીની સાયકલ યાત્રા ભાવનગર પહોંચી
CISF Security Initiative : કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશિષ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 7 માર્ચે કચ્છના લખપતથી શરૂ થયેલી 6500 કિમીની વિશાળ સાયકલ યાત્રા આજે ભાવનગર પહોંચી હતી.

આ યાત્રામાં 75 CISF જવાનો જોડાયા છે, જેમનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સ અને શસ્ત્રોની ગેરકાયદે હેરાફેરી વિશે જાગૃતિ લાવવાનો છે. ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં આ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, જિલ્લા પોલીસ વડા, રેલવેના DRM અને એરપોર્ટ ઓફિસર હાજર રહ્યા હતા.

વિશેષ રૂપે મહિલા સાયકલ યાત્રીઓને અભિનંદન આપવામાં આવ્યાં હતાં. CISF અધિકારીઓએ ગુજરાતમાં મળેલા સન્માન અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. મહાનુભાવોએ સાયકલ યાત્રાને આગળ વધવા માટે પ્રસ્થાન કરાવ્યું, જે કન્યાકુમારી સુધી પોતાના 6500 કિમીના લક્ષ્યને સિદ્ધ કરશે.



