Chandola Lake eviction review meeting : ચંડોળા તળાવ કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી
Chandola Lake eviction review meeting : અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારને લઇને ચાલી રહેલી કાર્યવાહી અને તેની સામે ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી. આ બેઠક અમદાવાદ શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર તંત્રના વડાઓએ હાજરી આપી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી એ ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી મેળવતાં તંત્રને ખાસ સૂચનાઓ આપી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી દરમ્યાન નાગરિકોના હક્કોનું સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ.

આ બેઠકમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ તાકીદ કરી કે, ચંડોળા તળાવને લગતી કાર્યવાહી માત્ર કાયદેસરની હદમાં રહેવી જોઈએ નહીં, પણ તેમાં માનવતાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવું જોઈએ. સ્થળ પર વસવાટ કરતા નાગરિકોની પુનર્વસાની વ્યવસ્થાઓ, સ્થાનિક શાંતિ-સુવ્યવસ્થાની જાળવણી અને યોગ્ય સંવાદ નીતિ દ્વારા દરેક કાર્યવાહી થવી જોઈએ એમ તેમણે સ્પષ્ટ સૂચના આપી.

તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે, કોઈ પણ કાર્યવાહી પહેલા સ્થાનિક તબક્કે સંપૂર્ણ વાસ્તવિક માહિતી મેળવીને માનવપ્રેરિત અભિગમ અપનાવવો જરૂરી છે. દરેક તંત્રએ એકબીજા સાથે સુસંગતતા અને સહકારથી કામગીરી કરી રહી છે કે નહીં તેની પણ સમીક્ષા બેઠક દરમિયાન ખાસ નોંધ લેવામાં આવી હતી.
બેઠકના અંતે મુખ્યમંત્રીએ કહ્યું કે, “રાજ્ય સરકાર વિકાસ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે પ્રતિબદ્ધ છે. જેમાં નાગરિકોના હિતોનું સંરક્ષણ પણ એટલું જ મહત્વ ધરાવે છે.”



