Botad News: બોટાદમાં 10-12 પાસ બહેનો માટે વિશેષ ભરતીમેળો, જાણો તમામ વિગતો
Botad News: બોટાદ જિલ્લાના રોજગાર વિનિમય કચેરી દ્વારા 21 એપ્રિલ 2025ના રોજ સ્પીનટેક્ષ પ્રા. લિ., લાઠીદડ ખાતે ખાસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં માત્ર મહિલાઓ જ ભાગ લઈ શકશે.
ભરતીમેળામાં ભાગ લેવા માટે લાયકાત
ઉમર: 18 થી 35 વર્ષ
શૈક્ષણિક લાયકાત: ધોરણ-10 અથવા ધોરણ-12 પાસ
આધાર: અનુબંધમ વેબપોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય
ભરતીમેળાનું સ્થળ અને સમય
સ્થળ: જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ
તારીખ: 21 એપ્રિલ 2025
સમય: સવારે 11 વાગ્યે

આ રીતે કરો નોંધણી
ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતી મહિલાઓને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો. નોંધણી થયા બાદ, પોર્ટલ પર લોગિન કરીને ‘જોબફેર’ મેનુમાંથી જરૂરી વિગતો ભરીને તેમનો ભાગ લઈ શકશે.
આ ભરતીમેળામાં ઓપરેટર અને જનરલ વર્કના ખાલી પદ માટે ભરતી કરવામાં આવશે. આગળની માહિતી માટે, ઉમેદવારોને કચેરીના સમય દરમિયાન બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
તમામ જરૂરી દસ્તાવેજો:
આધાર કાર્ડ
શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજ
અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન
નોંધ: આ વિશેષ ભરતીમેળામાં ફક્ત મહિલાઓને જ ભાગ લેવાની તક છે.



