19.4 C
London
Monday, June 9, 2025

Bomb threat to Gujarat High Court: હાઈકોર્ટને મળેલી બોમ્બ ધમકી: તપાસ માટે ડીવાયએસપી અધિકારી નિયુક્ત

Bomb threat to Gujarat High Court: હાઈકોર્ટને મળેલી બોમ્બ ધમકી: તપાસ માટે ડીવાયએસપી અધિકારી નિયુક્ત

Bomb threat to Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળતા હાઇકોર્ટમાં તાત્કાલિક સુરક્ષા વધારી દેવામાં આવી છે. અજાણી વ્યક્તિએ હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, હાઈકોર્ટ પહોંચીને ગેટ બંધ કરીને ડોગ સ્ક્વાડ અને 6 બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વાડ (BDDS)ની ટીમો સઘન તપાસમાં લાગી છે.

હાઈકોર્ટમાં ગેટ નંબર-5, જે સ્ટાફ માટે ખાસ છે, બંધ કરાયો છે અને ત્યાં પ્રવેશતી તમામ વાહનોનું ચેકિંગ પણ કડક રીતે કરવામાં આવી રહ્યું છે.

Bomb threat to Gujarat High Court

ઝોન-1ના ડીસીપી સફિન હસનએ જણાવ્યું કે સવારે 10:45 વાગ્યે આ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સાંજે હાઈકોર્ટમાં બ્લાસ્ટ કરાશે અને ત્યાંના તમામ લોકોને તરત હટાવી દેવાની જરૂરીયાત છે. આ માહિતી મળતા પોલીસ કમિશનરે હાઈકોર્ટ મુલાકાત લીધી અને હાઈકોર્ટના અધિકારીઓ સાથે બેઠક કરી લંચ પછીની સેશન મુલતવી રાખવાનો નિર્ણય થયો.

Bomb threat to Gujarat High Court

હાઈકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે, જે નીચે SRPની બે કંપની અને ટેક્નિકલ સાધનો મુકવામાં આવ્યા છે. લોકો અને વકીલોની સલામતી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે અને સોલા પોલીસના એસીપી અને ડીસીપીને આ મામલે હવાલા આપવામાં આવ્યો છે.

આ પહેલા, IPL ફાઇનલ રમતમાં છ દિવસ પહેલાં અમદાવાદની જીનિવા લિબરલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. તે સમયે પણ પોલીસે સુરક્ષાને કડક બનાવ્યો હતો.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img