Board exam: આવતીકાલે ધોરણ 10નું અંગ્રેજી પેપર: શ્રેષ્ઠ પરિણામ માટે વિદ્યાર્થીઓએ આટલી તૈયારી કરવી જરૂરી!
Board exam : ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને આવતીકાલે ધોરણ 10માં દ્વિતીય ભાષા અંગ્રેજીની પરીક્ષા યોજવાની છે. ત્યારે જે વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં વધુને વધુ માર્ક્સ મેળવવા માંગે છે તેમજ જે વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં નબળા છે તો તેઓ કેવી રીતે પાસ થઈ શકે તે માટે અમૂલ્ય એક કલાકની આ તૈયારીનો વિડીયો તેમના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આમ તો જે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને શરૂઆતથી જ તૈયારીઓ કરે છે તે વિદ્યાર્થીઓ આ અમૂલ્ય એક કલાકનો વિડીયો પ્રમાણે તૈયારી કરીને ધાર્યા એટલા માર્ક્સ મેળવી શકે છે.
બોર્ડની પરીક્ષા શરૂ થયાને એક પછી એક પેપર પૂર્ણ થઈ રહ્યા છે. ધોરણ 10 માં આવતીકાલે દ્વિતીય ભાષા અંગ્રેજીનું પેપર છે. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા જા દ્વારા હાથ ધરાયેલી પહેલ મુજબ અંગ્રેજી વિષયની “લાસ્ટ ટાઈમ રિવિઝન”ની આ તૈયારી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની બની શકે છે.
અંગ્રેજી વિષયના નિષ્ણાત ભાવેશભાઈના મતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયની તૈયારી થોડી અઘરી હોય છે પરંતુ વિદ્યાર્થી જો એકવાર આ વિષય સમજી લે તો તેઓ વધુ ને વધુ માર્ક્સ મેળવી શકે છે.અંગ્રેજી વિષયના પેપરમાં પ્રેઝન્ટેશન ખૂબ મહત્વનું હોય છે.
અંગ્રેજીનું પેપર કુલ પાંચ વિભાગમાં હોય છે અને 80 માર્ક્સનું હોય છે. સેક્શન A અને B 17-17 માર્ક્સના જ્યારે C અને D 15 -15 માર્ક્સના હોય છે અને સેક્શન E 16 માર્ક્સનું હોય છે. આ પેપર લખવાની પહેલી સૂચના એ છે કે, પેપર સુવાચ્ય અક્ષરોમાં લખવું. સેક્શન A માં આપેલા ફકરામાંથી તેના જવાબ આપવાના હોય છે. આ ઉપરાંત શોર્ટ નોટ્સ અને “ટુર્યું ફોલ્સ”ના પ્રશ્નોના જવાબો આપવાના છે.
સેક્શન A આખો ટેક્સ્ટ બુક આધારિત છે. સેક્શન Bમાં કાવ્ય પંક્તિના આધારે પ્રશ્નોના જવાબ તેમજ પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ આપવાના હોય છે. તેમજ “સ્પલીમેન્ટ્રી રીડર” માંથી ખાલીજગ્યા, સમાનાર્થી શબ્દો, ખરા ખોટા જેવા પ્રશ્નો પૂછી શકાય. સેક્શન C અને D વ્યાકરણના હોય છે, જ્યારે સેક્શન Eમાં પેરેગ્રાફ લખવાનો હોય છે. એસે લખવામાં પણ મુદ્દાઓ આપવામાં આવ્યા હોય છે. તેમજ કોઈપણ વિષય પર ઈમેઈલ લખવાનું પૂછાય છે. તેની ઓપ્શનમાં અહેવાલ લખવાનું પૂછાય છે.
મહત્વનું છે કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા જે વિડીયો રજૂ કરવામાં આવ્યો છે. તેની લીંક https://youtu.be/ FBaTsqDY2ss?si=o0biK-EtjDbY4Uh5 આ છે. જેના પર જઈને વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાને લઈને સારી એવી તૈયારી કરી શકે છે.



