Banas dairy :બનાસડેરીએ પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી: અનોખા મશીનથી પશુધનમાં વૃદ્ધિ, પશુપાલકોને આર્થિક લાભ
Banas dairy :બનાસડેરીએ પશુપાલન ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પહેલ કરતાં ભારતનું પહેલું ‘સીમેન સેક્સ સોર્ટિંગ મશીન’ સ્થાપ્યું છે, જેનાથી 90% માદા બચ્ચા પેદા થશે. આ પગલાથી દૂધ ઉત્પાદન વધશે અને રખડતા પશુઓની સંખ્યા ઘટાડશે, જે પશુપાલકો માટે મહત્વપૂર્ણ નક્કી થશે.
આ ટેકનોલોજી કેવી રીતે ફાયદાકારક?
બનાસડેરીએ ડીસાના દામા ખાતે આ મશીન સ્થાપ્યું છે. આ મશીન દ્વારા પશુપાલકો માટે પશુધનમાં વધારો થશે, કારણ કે 90% પાડી અને વાછરડી જ જન્મશે. આમ, દૂધ ઉત્પાદન વધી પશુપાલકોને વધુ આર્થિક લાભ મળશે.
રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ
ગુજરાતમાં રખડતા પશુઓની સમસ્યા સતત વધી રહી છે, જે રોડ અકસ્માત અને અન્ય સમસ્યાઓનું કારણ બને છે. ‘સીમેન સેક્સ સોર્ટિંગ’ ટેકનોલોજીથી આ સમસ્યાનો ઉકેલ આવશે, કારણ કે મોટા ભાગે માદા બચ્ચા પેદા થશે, જેનાથી પશુપાલકો માટે વધુ ઉપયોગી થશે.
પશુપાલકો માટે આશીર્વાદ સમાન
બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિકસાવેલી આ ટેકનોલોજી પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડીસા તાલુકામાં આ નવી ટેકનોલોજી શરૂ થતાં પશુપાલકો માટે આવકના નવા દ્વાર ખુલશે અને તેમની આર્થિક સ્થિતિ પણ સુધરશે.
આ ટેકનોલોજી અપનાવવાથી પશુપાલન ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવશે અને રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ પણ મળશે. આ પહેલ ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.