AMC waterlogging master plan: AMCએ AI ટેકનોલોજીથી તૈયાર કર્યો પાણી ભરાવા રોકવા માટે વિશેષ કન્ટ્રોલ રૂમ
AMC waterlogging master plan: અમદાવાદમાં ચોમાસુ શરૂ થવા જઈ રહ્યું છે અને AMCએ નવા પગલાં લઈ જહેમતભરી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ટાળવાનો પ્રયાસ કર્યો છે. AMCએ આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એક કન્ટ્રોલ રૂમ તૈયાર કર્યો છે, જે શહેરના 147 પાણી ભરાતા સ્થળોની સતત મોનીટરીંગ કરશે. આ સિસ્ટમ હવામાન વિભાગના ડેટા અને ભૂતકાળના આંકડાઓના આધારે દર 15 મિનિટે તાત્કાલિક માહિતી પ્રદાન કરે છે.
AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે જણાવ્યું, “આ નવા સોફ્ટવેરથી અમારો સ્ટાફ દરરોજ 24×7 વોટર લોગિંગ સ્પોટ્સ પર નજર રાખી શકે છે અને કોઈપણ મુશ્કેલીના સમય તરત જ સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી કરશે.” AMCએ શહેરના 7 ઝોનમાં 27 રેઇન ગેજ લગાવી, જે વરસાદની તીવ્રતા માપવા માટે કાર્યરત છે.
એડિશનલ સિટી ઈજનેર દેવાંગ દરજીનું કહેવું છે કે અગાઉ AMC સ્ટાફને સ્થળ પર પહોંચવા માટે લાંબો સમય લાગતો હતો, પરંતુ હવે નવી AI સિસ્ટમથી એલર્ટ તરત મળતાં સ્ટાફ ઝડપી પગલાં લેશે. આ પ્રણાલી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો માટે લાભદાયક થશે અને શહેરમાં પાણી ભરાવાની સમસ્યા હળવી બનશે.