7 C
London
Sunday, November 23, 2025

AMC Dog Guideline : અમદાવાદમાં શ્વાન પાળવું હવે જોખમી બની શકે: નિયમ ભંગ થયો તો કપાઈ શકે છે વીજળી, પાણી અને ગટરના જોડાણ

AMC Dog Guideline : અમદાવાદમાં શ્વાન પાળવું હવે જોખમી બની શકે: નિયમ ભંગ થયો તો કપાઈ શકે છે વીજળી, પાણી અને ગટરના જોડાણ

AMC Dog Guideline : અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાનો માટે હવે નવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરમાં શ્વાન પાળવા ઇચ્છતા નાગરિકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ કડક અભિગમ અપનાવ્યો છે. શ્વાનો સંબંધિત ઘટનાઓને પગલે હવે પાલતુ શ્વાન માટે ખાસ કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે અને નિયમોના ઉલ્લંઘન પર કડક પગલાં ભરાશે.

શ્વાનથી ઇજા થઈ તો માલિક સામે સીધી કાર્યવાહી

કોર્પોરેશનના નવા નિયમ મુજબ, જો કોઈના શ્વાનથી કોઈને નાની ઇજા કે એક ખરોચ પણ થાય તો માત્ર શ્વાન નહીં પરંતુ તેનો માલિક પણ જવાબદાર ગણાશે. આવા કિસ્સામાં સીધી રીતે તંત્ર માલિક સામે કાર્યવાહી કરશે. શ્વાનની દાદાગીરી કે યોગ્ય નિયંત્રણ વગરના પાળેલા શ્વાનો અંગે હવે બિલકુલ પણ સહનશીલતા દાખવવામાં નહીં આવે.

હાથીજણની ઘટના બાદ નિયમોને લઇ નિર્ણય

હમણાં હાથીજણ વિસ્તારમાં ઘટેલી એક દુઃખદ ઘટના પછી AMC ને આ પગલાં લેવા મજબૂર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરમાં આ અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, હવે પાલતુ શ્વાનના માલિકો માટે નિયમો એટલા કડક બનાવાશે કે કોઈ પણ રીતે લોકોની સુરક્ષા સાથે ચેડાં ન થાય.

રજીસ્ટ્રેશન ફરજિયાત – ન કરાવશો તો ગુમાવશો સુવિધાઓ

AMCએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે શ્વાન માલિકો પોતાના પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન નહીં કરાવે, તેમના માટે આવશ્યક જાહેર સુવિધાઓ – જેવી કે પાણી, ગટર અને વીજળીના જોડાણ – કાપી નાખવામાં આવશે. આ માટે એક નિર્ધારિત સમયમર્યાદા આપવામાં આવશે અને તે દરમ્યાન રજીસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકો સામે કાયદેસર કાર્યવાહી શરૂ થશે.

કાયદાકીય ફ્રેમવર્ક અને નવી ગાઇડલાઇન શીઘ્ર આવવાની શક્યતા

આ સમગ્ર કાર્યવાહી માટે AMC કાયદાશાસ્ત્રના નિષ્ણાતો અને પોલીસ તંત્ર સાથે મળીને એક નવું કાયદાકીય માળખું તૈયાર કરી રહી છે. નવી ગાઇડલાઇન જાહેર કરાશે અને તેની ઉલ્લંઘના પર તાત્કાલિક અને ઉગ્ર પગલાં ભરાશે. પાલતુ શ્વાન ઉછેરતા દરેક નાગરિક માટે ખાસ મહત્વનું બનશે.

હવે અમદાવાદમાં શ્વાન પાળવું એ માત્ર લાગણી કે શોખનો વિષય નહીં રહે, પરંતુ જવાબદારી અને કાયદાકીય ફરજ બનશે. શ્વાન પાળતા તમામ નાગરિકોએ નિયમોનું પાલન કરવું ખૂબ જ આવશ્યક બની ગયું છે, નહિંતર પોતાના ઘરની મૂળભૂત સુવિધાઓ ગુમાવવાનો વારો આવી શકે છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img