Ambalal Political Prediction: રાજકારણમાં મોજું આવશે? અંબાલાલ પટેલની આગાહીથી ઉઠી ચર્ચા, ગુજરાત અને કેન્દ્ર સરકારમાં ફેરફારના સંકેત
Ambalal Political Prediction: હવામાન વિજ્ઞાની તરીકે જાણીતા અંબાલાલ પટેલે આ વખતે વાત માત્ર આકાશની ન કરી, પરંતુ રાજકારણના પડઘમો વિશે પણ એક ખૂબ જ ચોંકાવનારી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે અને કેન્દ્ર સુધી તેની અસર જણાઈ શકે છે.
મંત્રીમંડળમાં ઉથલપાથલના સંકેત
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. તેમના અંદાજ મુજબ દિલ્હી સુધી રાજકીય ઘટનાક્રમની અસર ફેલાઈ શકે છે. તેમણે સંકેત આપ્યો છે કે, કેટલાક મોટા નેતાઓની ભૂમિકા બદલાઈ શકે છે.
ગુજરાત ભાજપમાં પણ હલચલ
બીજી તરફ ભાજપના ગલીઆરોમાં પણ ચર્ચા છે કે, પાર્ટીના હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પક્ષની જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે. તેથી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ શકે છે. ભાજપે જિલ્લા, શહેર અને તાલુકા સ્તરે પ્રમુખોની નવી યાદી જાહેર કરી છે અને પાર્ટી ફરીથી સંગઠનને મજબૂત બનાવી રહી છે.
કોંગ્રેસ પણ મજબૂત ખેલ માટે મેદાનમાં
કોંગ્રેસે “નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ”ના નારા સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી 15 એપ્રિલે અમદાવાદ અને 16 એપ્રિલે ઉત્તર ગુજરાતની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ સંગઠન સાથે સંવાદ કરશે અને આગામી યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે.
કોંગ્રેસ સંગઠનમાં પણ પરિવર્તનની શક્યતા
રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન પ્રદેશ કોંગ્રેસમાં સંગઠનાત્મક બદલાવ પણ થાય તેવી સંભાવના છે. રાષ્ટ્રીય અધિવેશનમાં સંગઠનના માળખાને મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી. ટિકિટ વિતરણ, જિલ્લાઓમાં નેતૃત્વ અને પ્રચારની કામગીરી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે.
શું અંબાલાલની આગાહી સાબિત થશે?
અંબાલાલ પટેલની આગાહી ભવિષ્યમાં કેટલી સાચી સાબિત થાય છે, તે જોવાનું રહ્યું. પરંતુ તેમની આગાહી પછી રાજકીય ગલીઆરોમાં ચર્ચાઓ જોર પકડી રહી છે.