0.6 C
London
Saturday, November 22, 2025

AAP candidate Visavadar election: ગોપાલ ઈટાલિયા સામે દોષમુક્ત પણ 21 ફોજદારી કેસ, આ છે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની હકીકત

AAP candidate Visavadar election: ગોપાલ ઈટાલિયા સામે દોષમુક્ત પણ 21 ફોજદારી કેસ, આ છે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની હકીકત

AAP candidate Visavadar election: જુનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની મિલકત અને તેમના પર દાયર કરાયેલા ગુનાઓ સંબંધિત મહત્ત્વની વિગતો જાહેર થઈ છે. ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પોતાના નામે કુલ ૧૪.૧૮ લાખ રૂપિયાની મિલકત જાહેર કરી છે, જેમાં એક બાઈક અને સોનાનો સમાવેશ થાય છે. તેમનો કોઈ મકાન, જમીન કે કાર નથી.

AAP candidate Visavadar election

ઉમેદવાર ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ કુલ ૨૧ ફોજદારી કેસ નોંધાયેલા છે. આ કેસો હિંસા, ધાર્મિક લાગણીઓનું દુર્ભાવનાપૂર્વક ઉઘાડવું, જાહેર વ્યવસ્થામાં ખલેલ લાવવી સહિતના ગુનાઓ સંબંધિત છે. તેમ છતાં, આ તમામ કેસોમાં હજુ સુધી તેમને દોષી સાબિત કરવામાં આવ્યા નથી.

AAP candidate Visavadar election

ગોપાલ ઈટાલિયા કહે છે કે તેઓ લાંબા સમયથી સંઘર્ષશીલ જીવન જીવતા આવ્યા છે અને પોતે ક્યારેય ટૂંકા રસ્તા અપનાવ્યા નથી. તેમનું માનવું છે કે રાજનીતિમાં વધૂ લોકો ધનસંપત્તિ માટે દાવેદારી કરે છે, પરંતુ તેમણે પોતાનું જીવન ઈમાનદારી અને પ્રામાણિકતાથી ચલાવ્યું છે. વિસાવદરના લોકોના આશીર્વાદથી તેઓ આ સંઘર્ષમાં સફળ થવાની આશા રાખે છે અને મતદારો પાસે ઇનસાફની માંગણી કરી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img