Higher Education Report India : ગુજરાતના શિક્ષણ તંત્ર પર પ્રશ્નચિહ્ન: ધોરણ 12 પછી 76% વિદ્યાર્થીઓનો અભ્યાસ છૂટી જાય તે દુઃખદ – કોંગ્રેસ
Higher Education Report India : કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ પરના અહેવાલ બાદ ગુજરાતમાં શિક્ષણની દયનીય સ્થિતિ ફરી ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ધોરણ 12 બાદ 76% વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તરફ નહીં વધતા અભ્યાસ છોડી દે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અહેવાલને રાજ્યની ભાજપ સરકાર માટે ચેતવણી ગણાવી છે. તેમણે જણાવ્યું કે શિક્ષણમાં સતત ઘટાડો મોંઘા અભ્યાસ અને સરકારી નીતિઓની ખામીઓનું પરિણામ છે. આ જ કારણે ગુજરાત હાયર એજ્યુકેશન રેન્કિંગમાં 18મા ક્રમે છે.

કોંગ્રેસે ગુજરાતના શિક્ષણ વિભાગને નિશાન બનાવતા કહ્યું કે, શાળાકીય શિક્ષણની ખામીઓ, નોકરીઓની અસુરક્ષા અને શિક્ષણ ખર્ચમાં થયેલા ઉછાળાને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર થાય છે. શિક્ષણ વિભાગે દાવા ભલે કર્યા હોય, પણ કેન્દ્ર સરકારનો રિપોર્ટ ખરાઈ કરાવી રહ્યો છે કે, ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ કયા પરિસ્થિતિમાં છે.



