Gujarat MLA Cricket League 2.0 : ગુજરાત વિધાનસભામાં ક્રિકેટ મહાકુંભ: ‘સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0’નો પ્રારંભ, 8 ટીમો વચ્ચે જંગ
Gujarat MLA Cricket League 2.0 : ગાંધીનગરના કોબા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0’નું ઉદ્ઘાટન કર્યું. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી યોજાતી આ લીગનું આ વર્ષ બીજી આવૃત્તિ છે, જે 17થી 20 માર્ચ સુધી ચાલશે.
આ સ્પર્ધામાં રાજ્યની મુખ્ય નદીઓના નામ પર 6 ટીમો રચાઈ છે – સાબરમતી, નર્મદા, ભાદર, શેત્રુંજી, બનાસ અને મહીસાગર. ગ્રુપ-Aમાં સાબરમતી, ભાદર અને શેત્રુંજી છે, જ્યારે ગ્રુપ-Bમાં નર્મદા, બનાસ અને મહીસાગર સામેલ છે.

લીગના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની “નર્મદા” અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની “બનાસ” ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. મહિલા ધારાસભ્યોની “શક્તિ” અને વિધાનસભાના મહિલા કર્મચારીઓની “દુર્ગા” ટીમ વચ્ચે મેચ યોજાઈ, જેમાં “શક્તિ” ટીમ વિજેતા બની.

20 માર્ચે મીડિયા પ્રતિનિધિઓ અને વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ વચ્ચે પણ ખાસ મેચ રમાશે. આ જ દિવસે ટુર્નામેન્ટની ગ્રાન્ડ ફાઈનલ યોજાશે. વિધાનસભામાં રાજ્યના વિકાસ માટે યોજાતી ચર્ચાઓ ઉપરાંત ખેલદિલીની ભાવના વધે, એ આ લીગનો મુખ્ય ઉદ્દેશ છે.



