Document Registration: હવે જાહેર રજાના દિવસે પણ થશે દસ્તાવેજ નોંધણી, ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ
Document Registration: માર્ચ એન્ડીંગના કારણે સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરીનું ભારણ વધી જતાં, સરકારે 22મી માર્ચની જાહેર રજાના દિવસે પણ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
22મી માર્ચે પણ થશે દસ્તાવેજ નોંધણી
રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં નોંધણી પ્રક્રિયાની વ્યસ્તતા વધતી હોવાથી, જાહેર જનતાને સરળતા રહે તે માટે 22મી માર્ચે પણ નોંધણી કામગીરી ચાલુ રહેશે.

અરજદારો માટે મોટા સવલત
માર્ચ એન્ડીંગના કારણે રોજની તુલનાએ નોંધણી કામગીરીમાં વધારો થતો હોય છે. આથી, અરજદારો માટે 22મી માર્ચે કચેરી ખુલ્લી રાખવા સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અરજદારો નિયમિત દિવસોની જેમ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ દસ્તાવેજ નોંધણી કરાવી શકશે.



