AMC Recruitment 2025: AMCમાં 10 પાસ માટે મોટી ભરતી: જાણો અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ વિગતો!
AMC Recruitment 2025 : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વની તક આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કુલ 56 જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે, જેમાં લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો 27 માર્ચ 2025, રાત્રે 11:29 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
કઈ જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે?
AMC દ્વારા સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ નીચે મુજબ વહેંચવામાં આવી છે:
બિન અનામત (GEN): 26
અનુસૂચિત જાતિ (SC): 4
અનુસૂચિત જનજાતિ (ST): 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 15
આર્થિક નબળો વર્ગ (EWS): 5
શું છે શૈક્ષણિક લાયકાત?
SSC (10 પાસ) લાયકાત ધરાવવી જરૂરી
6 મહિના કે તેથી વધુ સમયનો ફાયરમેન અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્સ સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ
ફાયરમેન તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ
ડ્રાઈવિંગ અને પંપ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ
ટ્રેડ ટેસ્ટ પાસ કરવો આવશ્યક છે

અરજી ફી કેટલી છે?
બિન અનામત (GEN): ₹500
SC/ST/SEBC/EWS: ₹250
દિવ્યાંગ ઉમેદવારો: ફી નથી
ફી ભરવાની છેલ્લી તારીખ: 30 માર્ચ 2025
ક્યાં કરવી અરજી?
ઉમેદવારોએ https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx લિંક પર જઈ Apply Online પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરી સબમિટ કરવું પડશે. ત્યાર બાદ લાગતી ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે.



