Geniben Thakor Dhuleti Celebration : ગેનીબેન ઠાકોરની અનોખી ધુળેટી ઉજવણી: ખેતરમાં શ્રમદાન કરીને આપ્યો સંદેશ
Geniben Thakor Dhuleti Celebration : ગુજરાતમાં કોંગ્રેસનાં એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં છે. વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય અને ત્યારબાદ બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીતનાર ગેનીબેન ઠાકોરે અનોખી રીતે ધુળેટી ઉજવી હતી. તેમણે ખેતરમાં જઈને ઘઉંની કાપણી કરી;;
ભાભર લોકનિકેતનમાં શ્રમદાન
પ્રાપ્ત માહિતી અનુસાર, ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતનમાં છાત્રાલય નજીક ખેતીકામ કર્યું હતું. ધુળેટીના પર્વે સ્થાનિક ખેડૂતો સાથે ભળીને ખેતરમાં શ્રમદાન કર્યું અને ઘઉંની કાપણીનો અનુભવ લીધો. આ દરમિયાન તેમનું કૃષિ પ્રત્યેનું લાગણીસભર વલણ જોઈ લોકોમાં ચર્ચા થઈ રહી છે.
કોંગ્રેસની મજબૂત મહિલા નેતા
ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસે ફક્ત એક જ સીટ જીતી હતી, જે ગેનીબેન ઠાકોરના નામે રહી. કડક સ્પર્ધા પછી તેઓ બનાસકાંઠામાં જીત્યા હતા. ગેનીબેન ઠાકોરની ગણતરી કોંગ્રેસની મજબૂત મહિલા નેતાઓમાં થાય છે. લોકસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી પણ તેમની સમર્થનમાં જનસભાને સંબોધવા આવી હતી.
ગેનીબેન ઠાકોરનો આ અનોખો ધુળેટી સેલિબ્રેશન અને શ્રમદાનનો સંદેશ સમર્થકો અને ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો છે.



