Gandhinagar Rangotsav : ગાંધીનગરમાં રંગોત્સવની ધમાલ: ડિજે પર્લના તાલે ઠૂમકા, કીર્તિદાન ગઢવીની એન્ટ્રીથી જામ્યું રંગમંથન!
Gandhinagar Rangotsav : આજે સમગ્ર દેશ અને રાજ્યમાં ધુળેટીના રંગો છવાયા છે. મંદિરો, રિસોર્ટ અને પાર્ટી પ્લોટ્સમાં લોકો રંગોની મઝા માણી રહ્યા છે. ગાંધીનગરમાં આયોજિત “રંગરેવ પાર્ટી” ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જ્યાં મુંબઈના પ્રખ્યાત ડિજે પર્લના તાલે લોકો નાચી ઉઠ્યા હતા.

ઉત્સાહભરી આ ઉજવણીમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ પોતાના મનમોહક સંગીતથી મહેફિલ જામાવી હતી. પાર્ટી દરમિયાન બોલિવૂડ ગીતો અને ગુજરાતી લોકસંગીત પર લોકોને ઝૂમવા મળ્યું.

આ વિશેષ સેલિબ્રેશનમાં કેમિકલ-ફ્રી રંગો દ્વારા ધુળેટી રમવામાં આવી હતી. ઉપરાંત, રેઈન ડાન્સ અને મુલતાની માટીના મડ સેટઅપે ભીડને આકર્ષી હતી. ધુળેટીના આ જુસ્સાવાર મહોત્સવમાં લોકો રંગોની સાથે સંગીત અને મસ્તીની મઝા માણી ઉઠ્યા.



