1.4 C
London
Thursday, November 20, 2025

Holi Special Train : હોળી અને વેકેશન માટે ખાસ: બાંદ્રા-આગ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, યાત્રીઓ માટે મોટી રાહત!

Holi Special Train : હોળી અને વેકેશન માટે ખાસ: બાંદ્રા-આગ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, યાત્રીઓ માટે મોટી રાહત!

Holi Special Train : પશ્ચિમ રેલવે દ્વારા હોળી ઉત્સવ અને ઉનાળાની રજાઓમાં મુસાફરોની વધતી માગને ધ્યાને રાખીને બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ અને અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાંદ્રા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ:

ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 અને 14 માર્ચ (ગુરુવાર અને શુક્રવાર)એ સાંજે 4:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને મોડી રાત્રે 12:30 વાગ્યે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 અને 15 માર્ચ (શુક્રવાર અને શનિવાર)એ સવારે 6:20 વાગ્યે અમદાવાદથી નીકળશે અને એ જ દિવસે બપોરે 3:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ:

ટ્રેન નંબર 04170 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 16 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન મંગળવાર, ગુરુવાર અને રવિવારે સવારે 9:15 વાગ્યે અસારવાથી નીકળશે અને બીજા દિવસે રાત્રે 2:30 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે.
ટ્રેન નંબર 04169 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ 15 માર્ચથી 31 માર્ચ સુધી સોમવાર, બુધવાર અને શનિવારે બપોરે 1:30 વાગ્યે આગ્રા કેન્ટથી નીકળશે અને બીજા દિવસે સવારે 5:45 વાગ્યે અસારવા પહોંચશે.

આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બૂંદી, કેશોરાયપાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં AC 3-ટાયર, AC 2-ટાયર, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.

મુસાફરો માટે આ વિશેષ ટ્રેનો મોટી રાહત આપશે, ખાસ કરીને હોળી અને ઉનાળાની રજાઓમાં વધતા મુસાફરીના ધસારાને પહોંચી વળવા ઉપયોગી સાબિત થશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img