2.7 C
London
Friday, November 21, 2025

Gujarat First Rubber Cum Barrage Bridge: ગુજરાતનો પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ: સાબરમતીથી એરપોર્ટ માટે નવી સિક્સલેન કડી, જાણો બ્રિજની વિશેષતાઓ

Gujarat First Rubber Cum Barrage Bridge: ગુજરાતનો પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ: સાબરમતીથી એરપોર્ટ માટે નવી સિક્સલેન કડી, જાણો બ્રિજની વિશેષતાઓ

Gujarat First Rubber Cum Barrage Bridge: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાબરમતી નદી પર ગુજરાતના સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે. આ બ્રિજ સાબરમતીથી સીધું એરપોર્ટ સુધી જોડાણ કરશે, જેના કારણે શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં રહેનારા લોકોને મોટો લાભ મળશે.

ટોરેન્ટ પાવરની જમીન મેળવી નવી કનેક્ટિવિટી

AMCએ આ પ્રોજેક્ટ માટે ટોરેન્ટ પાવરની 10,000 ચોરસ મીટર જમીન મેળવવાની મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ટોરેન્ટ પાવરને વળતર રૂપે FSI, TDR અથવા પ્લોટ ફાળવી દેશે. આ જમીન બ્રિજની કનેક્ટિવિટી માટે મહત્વની હતી, જેથી સાબરમતી રથી એપાર્ટમેન્ટ પાસેની જગ્યા સીધી બ્રિજ સાથે જોડાશે.

1 કિમી લાંબો છ લેનનો બેરેજ કમ બ્રિજ

આ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ-2 હેઠળ પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર સુધી જોડાશે. બ્રિજની લંબાઈ 1047 મીટર અને પહોળાઈ છ લેન રહેશે. તેમજ બંને બાજુના માર્ગોને રિવરફ્રન્ટ રોડ સાથે જોડતા એપ્રોચ બ્રિજ પણ બનાવવામાં આવશે.

ટ્રાફિક સમસ્યાનો ઉકેલ અને નવી સીધી કનેક્ટિવિટી

આ બ્રિજથી ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પશ્ચિમ વિસ્તારની હાંસોલ તથા એરપોર્ટ સુધી સીધી કનેક્ટિવિટી મળશે.
હવે સાબરમતીથી એરપોર્ટ જવા માટે ચીમનભાઈ બ્રિજ કે અન્ય રોડ પર અવલંબિત રહેવું નહીં પડે.
ટ્રાફિક પ્રેશર ઘટાડવા માટે નદીના બંને કાંઠે 10 મીટર પહોળાઈના લોક ગેટની વ્યવસ્થા કરવામાં આવશે.

પાણીના સંચય માટે ઉપયોગી બેરેજ

આ બેરેજથી સાબરમતી નદીના ઉપરવાસમાં પાણી સંગ્રહિત રહેશે, જેનાથી નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ અથવા પાણીની તંગી વખતે અમદાવાદ માટે 10-15 દિવસનું પાણી ઉપલબ્ધ રહેશે. આ પાણી કોતરપુર વોટર વર્કસ ખાતે શુદ્ધિકરણ માટે મોકલવામાં આવશે.

આધુનિક ડિઝાઇન અને ઓટોમેટિક મેનેજમેન્ટ સિસ્ટમ

રબર બેરેજ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત હશે, જેથી વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓમાં પાણીના વહેવા પર અસર નહીં થાય.
બ્રિજની ડેકોરેટિવ થીમ લાઈટિંગ અને ફૂટપાથ ટૂંક સમયમાં સ્થાપિત કરવામાં આવશે.
શહેરીજનો ફૂટપાથ પરથી સાબરમતી નદી અને રિવરફ્રન્ટના સુંદર નજારા માણી શકશે.
આ બ્રિજ પૂરું થયા પછી સાબરમતી અને આસપાસના વિસ્તારોના પરિવહન માટે રિવોલ્યુશનરી પરિવર્તન લાવશે. ગુજરાતમાં આ પ્રકારનો પહેલો રબર બેરેજ બ્રિજ હોઈ, તેની સાથે જ રિવરફ્રન્ટના વિકાસને પણ નવો ધમધમાટ મળશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img