Sports Authority of Gujarat: રાજ્યમાં મહિલા ખેલાડીઓ માટે નવી યોજનાઓ શરૂ, જાણો મુખ્ય લાભો!
Sports Authority of Gujarat: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2024-25 માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેનારી મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
યોજના હેઠળ કોને મળશે લાભ?
રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ (Under-14, 17, 19) અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.
કોઈ પણ ખેલાડી માત્ર એક જ રમતમાં અને એક જ સિદ્ધિ માટે ફોર્મ ભરવાની પરવાનગી મળશે.
અરજી કેવી રીતે કરશો?
તારીખ: 18 માર્ચ થી 17 એપ્રિલ 2025
અરજી માટેની ઓફિશિયલ સાઇટ: Sports Authority of Gujarat
જરૂરી દસ્તાવેજો:
મેરીટ સર્ટિફિકેટ
આધાર કાર્ડ
કેન્સલ ચેક
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદી અનુસાર, યોગ્ય મહિલા ખેલાડીઓ આ યોજનાનો લાભ લઈ સન્માન અને રોકડ પુરસ્કાર માટે અરજી કરી શકે છે.



