Education : ગુજરાત RTE હેઠળ મફત પુસ્તકો અને ગણવેશ આપનારું દેશનું પહેલું રાજ્ય બન્યું
Education : ગુજરાતના જુનાગઢ અને વડોદરા જિલ્લામાં આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની માહિતી આપતાં શિક્ષણ પ્રધાન ડો. કુબેર ડિંડોરે વિધાનસભામાં જણાવ્યું કે, દેશમાં સૌપ્રથમ ગુજરાત સરકારે 2015-16 થી રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ-2009 હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ અને સ્કૂલ બેગ માટે રૂ. 3,000ની સહાય તેમના ખાતામાં સીધી જમા કરાવવાની યોજના અમલમાં મૂકી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારું દરેક શાળા સંચાલક સંસ્થાને પણ વિદ્યાર્થીદીઠ ચૂકવાતી રકમમાં વર્ષ 2022-23થી વધારો કરવામાં આવ્યો છે, જે હવે રૂ. 13,675 સુધી પહોંચી ગઈ છે. આ રકમ પણ સીધા શાળાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
2735 વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ
વિદ્યાર્થીઓના આરટીઈ પ્રવેશ અંગેના આંકડાઓ રજૂ કરતાં શિક્ષણ પ્રધાન ડૉ. ડિંડોરે જણાવ્યુ હતું કે:
વર્ષ 2023-24:
જુનાગઢ જિલ્લાના 441 શાળાઓમાં 1,451 વિદ્યાર્થીઓ
વડોદરા જિલ્લાના 158 શાળાઓમાં 796 વિદ્યાર્થીઓ
વડોદરા શહેરની 331 શાળાઓમાં 3,726 વિદ્યાર્થીઓ
કુલ 5,973 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો
વર્ષ 2024-25:
જુનાગઢ જિલ્લાના 426 શાળાઓમાં 694 વિદ્યાર્થીઓ
વડોદરા જિલ્લાના 164 શાળાઓમાં 831 વિદ્યાર્થીઓ
વડોદરા શહેરની 336 શાળાઓમાં 2,735 વિદ્યાર્થીઓકુલ 4,260 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો
આ યોજના હેઠળ ગુજરાતે દેશના અન્ય રાજ્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે અને RTE પ્રવેશ મેળવનારાં વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય આપતું પહેલું રાજ્ય બન્યું છે.



