1.4 C
London
Thursday, November 20, 2025

Swachhta Hi Seva Abhiyan 3.0: વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્યોએ ‘સ્વચ્છતા હી સેવા અભિયાન 3.0’ અંતર્ગત સદસ્ય નિવાસમાં સફાઈ કરી

Swachhta Hi Seva Abhiyan 3.0: વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્યોએ ‘સ્વચ્છતા હી સેવા અભિયાન 3.0’ અંતર્ગત સદસ્ય નિવાસમાં સફાઈ કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ થી આજે દેશનો દરેક નાગરિક સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો છે : અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

આજે ધારાસભ્ય સદસ્ય નિવાસસ્થાન ગાંધીનગર ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યોએ સાથે મળી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન ૩.૦’ શરૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા હી સેવાના મંત્રને સાર્થક કરતાં શ્રમદાન કરી સદસ્ય નિવાસ પરિસરની સ્વચ્છતા કરી હતી. જે બાદ સદસ્ય નિવાસમાં સફાઈ કામગીરી કરતી બહેનો સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત મિશનને સ્વચ્છતા અભિયાન સાથે જોડી દેશને સ્વચ્છ બનાવવા માટેની પહેલ કરી છે. તેમણે શરૂ કરેલા અભિયાન અંતર્ગત આજે દેશના દરેક જાહેર સ્થળોએ સ્વચ્છતા જોઈ શકાય છે. દેશનો દરેક નાગરિક આજે સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો છે. જે અભિયાનના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે સદસ્ય નિવાસમાં સાથી ધારાસભ્યો સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છતા સ્વભાવ બને, સ્વચ્છતા જીવનશૈલી બને તે માટે દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો સફળ થયા છે. જેને આગળ ધપાવવા તેમજ સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણ માટેની આ સહિયારી પહેલ છે.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્ય નિવાસ સ્થાન ખાતે અન્ય ધારાસભ્યોશ્રીઓ સાથે મળીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો. સદસ્ય નિવાસની સફાઈની કામગીરી કરનાર મહિલા સફાઈકર્મીઓના કામને બિરદાવ્યું હતું.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img