1.3 C
London
Thursday, November 20, 2025

Paresh Goswami Prediction : પરેશ ગોસ્વામીની આગાહી: ભર ઉનાળે ગુજરાતમાં વરસાદ, આ તારીખથી બદલાશે વાતાવરણ

Paresh Goswami Prediction : પરેશ ગોસ્વામીની આગાહી: ભર ઉનાળે ગુજરાતમાં વરસાદ, આ તારીખથી બદલાશે વાતાવરણ

Paresh Goswami Prediction : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ઠંડી અને ગરમી વચ્ચે હલચલ યથાવત છે, અને હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમની નવી પ્રિડિક્શન મુજબ, પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસર હેઠળ 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

ગુજરાતમાં તાપમાન વધશે, ત્યારબાદ કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળશે. ખાસ કરીને 9 માર્ચથી 13 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે, અને તેમાંય ભેજવાળા પવનના કારણે અસહ્ય ગરમી અને બફારો અનુભવાશે.

તેમણે આગાહી કરી છે કે 9 માર્ચથી રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાશે, જે 13 માર્ચ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ અવધિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થશે, સાથે જ પવનની ઝડપમાં તેજી જોવા મળી શકે છે. 11 માર્ચથી પવન વધુ ઉગ્ર બનશે, જે દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારો વધારશે.

14 માર્ચથી વરસાદની સંભાવના

પરેશ ગોસ્વામી અનુસાર, 14 માર્ચથી હવામાનમાં પલટો જોવા મળશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યારેક છૂટાછવાયા માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. જો વાદળો વધુ ઘાટા બને, તો કેટલીક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે.

વાતાવરણમાં અસ્થિરતા વધશે

અત્યારે ઉત્તર ભારત પરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યું છે, જે ગુજરાતના હવામાન પર અસર પાડે છે. તે ઉપરાંત, દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકા નજીક હવામાનમાં અસ્થિરતા સર્જાઈ રહી છે. જો આ અસ્થિરતા મજબૂત બને, તો તે લૉ પ્રેશરની સ્થિતિમાં પરિવર્તિત થઈ શકે છે.

આ અંગે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થશે, પરંતુ માર્ચના મધ્યભાગમાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.

ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ ગરમી રહેશે?

હવામાન નિષ્ણાત મુજબ, 13 માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે. ખાસ કરીને ભૂજ, ભચાઉ, રાપર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકા જેવા વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચુ જવાની શક્યતા છે.

આગામી દિવસોમાં હવામાન કેવી રીતે બદલાશે અને કમોસમી વરસાદ કેટલી અસર કરશે, તે જાણવા માટે હજુ થોડી રાહ જોવી પડશે.

 

 

 

 

 

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img