2.3 C
London
Saturday, November 22, 2025

Sabarkantha News : અમેરિકા ઘૂસવાનો ડન્કી રૂટ બન્યો જીવલેણ: સાબરકાંઠાના યુવકનું નિકારાગુઆમાં દુઃખદ અવસાન

Sabarkantha News : અમેરિકા ઘૂસવાનો ડન્કી રૂટ બન્યો જીવલેણ: સાબરકાંઠાના યુવકનું નિકારાગુઆમાં દુઃખદ અવસાન

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના મોયદ ગામના યુવકને ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવો ભારે પડ્યો. પોતાની પત્ની અને બાળક સાથે ડન્કી રૂટ મારફત US જવાના પ્રયાસ દરમિયાન નિકારાગુઆ ખાતે તેની તબિયત લથડી ગઈ, અને અંતે સારવાર દરમિયાન તેનું અવસાન થયું. હવે પત્ની અને બાળક નિકારાગુઆમાં અટવાયા છે.

જમીન વેચી, કરોડો ખર્ચ્યા, પરંતુ સપનાની પહેલાં જ અંત

યુવકે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે એજન્ટો સાથે ડીલ કરી હતી, જેમાં તેણે પોતાની જમીન વેચી એક કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવેલી. એજન્ટની વ્યવસ્થા મુજબ, તે પહેલા નિકારાગુઆ પહોંચ્યો, જ્યાંથી તે જુદા જુદા રસ્તાઓ મારફત અમેરિકા જવાનો હતો. જોકે, મુસાફરી દરમિયાન તેની તબિયત લથડી ગઈ અને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી પણ તેને જરૂરી દવાઓ ન મળતા તેને કોમામાં જવું પડ્યું.

પત્ની અને બાળક નિકારાગુઆમાં ફસાયા, પરિવાર સરકાર પાસે મદદની માગ

યુવકના મૃત્યુ બાદ પત્ની અને બાળક નિકારાગુઆમાં જ અટવાઈ ગયા છે. પરિવાર હવે સરકાર અને દૂતાવાસ પાસે મદદની અરજી કરી રહ્યો છે, જેથી મૃતક યુવકનું પાર્થિવ શરીર ભારત લાવવામાં આવે અને પરિવાર સુરક્ષિત પરત આવે.

એજન્ટો દબાણ કરી રહ્યા, પોલીસ ફરિયાદ પણ અટકાવી

સંપૂર્ણ મામલામાં એજન્ટો પર ગંભીર આરોપો સામે આવ્યા છે. યુવકના મૃત્યુ બાદ  માતા પર એજન્ટો દબાણ કરી રહ્યા છે કે તે કોઈ પોલીસ ફરિયાદ ન કરે. આ તરફ, ગુજરાતમાં સતત ગેરકાયદે ઘૂસણખોરી માટે લોકોને લલચાવનારા એજન્ટો સામે કડક પગલાં લેવાની માગ ઉઠી રહી છે.

આ ઘટના ગેરકાયદે રીતે અમેરિકા જવાનો ખતરનાક રસ્તો કેટલો જોખમી બની શકે છે, તે ચેતવણી રૂપ છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img