Smart Parking : સુરતમાં 5 સ્થળે સ્માર્ટ પાર્કિંગ શરૂ: QR કોડથી પેમેન્ટ, કલાકના ₹5થી ₹15 ચાર્જ
Smart Parking : શહેરમાં સ્માર્ટ પાર્કિંગની નવી વ્યવસ્થા અમલમાં મૂકવા માટે 5 જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે. આ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ, સોબો સર્કલથી મેરી ગોલ્ડ સર્કલ, મીઠાખળીથી લો ગાર્ડન, સીજી રોડ અને યુનિવર્સિટી રોડ પર સ્માર્ટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવશે. પાર્કિંગ માટે સાઇકલ માટે ₹1, ટુ-વ્હીલર માટે ₹2 અને કાર માટે ₹15 પ્રતિ કલાક ચાર્જ નક્કી કરાયો છે, જ્યારે વધુ સમય માટે ચાર્જ અનુપાતમાં વધશે.
QR કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટ
આ સ્માર્ટ પાર્કિંગની વિશેષતા એ છે કે વાહન પાર્ક કર્યાં પછી પાર્કિંગ ચાર્જનું પેમેન્ટ QR કોડ સ્કેન કરીને ડિજિટલી ચૂકવવું પડશે. આ પ્રોજેક્ટની શરૂઆત પાઈલોટ ધોરણે કરવામાં આવી છે, જે 2 મહિના પછી શરુ થશે. જે વિસ્તારોમાં હાલ ફ્રી પાર્કિંગ છે, ત્યાં પ્રોજેક્ટના રિસર્ચના ભાગરૂપે અમલ કરવામાં આવશે.
1 હજાર ફ્લેપ લોક ખરીદવા ટેન્ડર જાહેર
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1,000 ફ્લેપ લોક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ સિંધુભવન રોડ પર પણ આ પ્રકારનું સ્માર્ટ પાર્કિંગ પાઈલોટ ધોરણે અમલમાં મુકાયું હતું. એક ખાનગી સ્ટાર્ટઅપ દ્વારા સ્માર્ટ પાર્કિંગ માટે દરખાસ્ત આપવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મેગ્નેટિક સેન્સર અને QR કોડ આધારિત સંચાલન
સમગ્ર પાર્કિંગ સિસ્ટમ મેગ્નેટિક સેન્સર અને QR કોડ આધારિત રહેશે. જે સ્લોટ ખાલી હશે, ત્યાં જ વાહન પાર્ક કરી શકાશે. પાર્કિંગ છોડતી વખતે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું પડશે.
પાર્કિંગ વિસ્તારો અને ક્ષમતા
વિસ્તાર પાર્કિંગ ક્ષમતા
ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ 160
સોબો સર્કલથી મેરી ગોલ્ડ સર્કલ 105
મીઠાખળીથી લો ગાર્ડન 170
સીજી રોડ 306
યુનિવર્સિટી રોડ 350
પાર્કિંગ ચાર્જ (કલાક પ્રમાણે)
સાઇકલ: ₹1
ટુ-વ્હીલર: ₹5
કાર: ₹15
મધ્યમ માલવાહક: ₹50
નોંધ: સમય વધતા ચાર્જ પણ વધશે. ભવિષ્યમાં આ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવશે.



