Holi-Dhuleti Special Trains : હવે વેકેશનની મુસાફરી થશે સરળ! પશ્ચિમ રેલવેની 7 ખાસ ટ્રેનો ગુજરાતમાં પણ થશે પસાર
Holi-Dhuleti Special Trains : પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર અને ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી પસાર થતી 7 જેટલી સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે.
તહેવાર અને વેકેસનમાં મુસાફરીની વધતી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળોએ વિશેષ ભાડા સાથે મુંબઈ સેન્ટ્રલ-કટિહાર સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ-જોધપુર સુપરફાસ્ટ, ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ, અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અને સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ વિશેષ ટ્રેન દોડાવાશે. ચાલો જાણીએ કઈ ટ્રેન કયા રૂટ પરથી અને કયા સમયે ઉપડશે.
અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ટ્રેન
અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ટ્રેન નંબર 09417, 10 માર્ચથી 31 માર્ચ દરમિયાન દર અઠવાડિયે અમદાવાદથી સવારે 09:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8:30 વાગ્યે દાનાપુર પહોંચશે. જ્યારે દાનાપુરથી પરત આવવા માટે દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન નંબર 09418, 11 માર્ચથી 01 એપ્રિલ 2025 દરમિયાન દર અઠવાડિયે દાનાપુરથી રાત્રે 11:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:15 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ડાકનિયા તલાવ, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ જંકશન, મિર્ઝાપુર, પંડિત દિન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. આ સાપ્તાહિક ટ્રેન 8 ફેરા લગાવશે.
સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન
સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન નંબર 09425, 9 માર્ચથી 30 માર્ચ 2025 દરમિયાન દર ગુરુવાર અને રવિવારે સાબરમતીથી સાંજના 5:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:00 વાગ્યે હરિદ્વાર પહોંચાડશે. જ્યારે હરિદ્વારથી પરત આવવા માટે હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન નંબર 09426, 10 માર્ચથી 31 માર્ચ 2025 દરમિયાન દર શુક્રવાર અને સોમવારે હરિદ્વારથી રાત્રે 9:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસની રાત્રે 10:30 વાગ્યે સાબરમતી પહોંચાડશે.
આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ શહેર, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન બે સાપ્તાહિક દરમિયાન 14 ફેરા લગાવશે.
ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ ટ્રેન
ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ ટ્રેન નંબર 03418, 18 માર્ચ અને 24 માર્ચ 2025 એટલે મંગળવાર અને સોમવારે બપોરે 12:30 વાગ્યે ઉધનાથી ઉપડશે અને ગુરુવારે અને બુધવારે વહેલી મધ્યરાત્રીએ 02:55 વાગ્યે માલદા ટાઉન પહોંચાડશે. જ્યારે પરત આવવા માટે માલદા ટાઉન-ઉધના સ્પેશિયલ ટ્રેન નંબર 03417, 16 માર્ચ અને 22 માર્ચ 2025 એટલે કે રવિવાર અને શનિવારે બપોરે 12:20 વાગ્યે ઉપડશે અને મંગળવારે અને સોમવારે મોડી રાત્રે 12:45 વાગ્યે ઉધના ખાતે પહોંચશે.
આ ટ્રેન ચલથાણ, વ્યારા, નવાપુર, નંદુરબાર, દોંડાઈચા, અમલનેર, ભુસાવલ, ઈટારસી, પિપરિયા, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દિન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, પટના, બખ્તિયારપુર, કિઉલ, અભયપુર, જમાલપુર, સુલતાનગંજ, ભાગલપુર, કહલગાંવ, સાહિબગંજ, બરહરવા અને ન્યુ ફરક્કા સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેન બે સાપ્તાહિક દરમિયાન 4 ફેરા લગાવશે.
મુંબઈ સેન્ટ્રલ-કટિહાર સ્પેશિયલ ટ્રેન
મુંબઈ સેન્ટ્રલ-કટિહાર સ્પેશિયલ ટ્રેન નંબર 09189, 8 માર્ચથી 29 માર્ચ 2025 દરમિયાન દર શનિવારની સવારે મુંબઈ સેન્ટ્રલથી 11:00 વાગ્યે ઉપડશે અને સોમવારે 07:30 વાગ્યે કટિહાર ખાતે પહોંચશે. જ્યારે પરત આવવા માટે કટિહાર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન નંબર 09190, 11 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન દર મંગળવારે કટિહારથી રાત્રે 12:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજના 6:40 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ખાતે પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ જંક્શન, મિર્ઝાપુર, પંડિત દિન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, હાજીપુર, બરૌની, બેગુસરાય, ખાગરિયા અને નૌગાછિયા સ્ટેશન પર ઊભી રહેશે. આ સાપ્તાહિક ટ્રેન 8 ફેરા લગાવશે.
WESTERN RAILWAY, MUMBAI DIVISION will run the following Trains for Holi / Summer Special Trains on Special fares for the convenience of passengers and to meet the travel demand.
Passengers may avail this facility.@WesternRly @Gmwrly pic.twitter.com/Ai3t8DJiS4— DRM – Mumbai Central, WR (@drmbct) March 8, 2025
બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ ટ્રેન
બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ ટ્રેન નંબર 04714, 7 માર્ચથી 28 માર્ચ 2025 દરમિયાન દર શુક્રવારે સાંજે 4:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 2:30 વાગ્યે બિકાનેર પહોંચશે. જ્યારે પરત આવવા માટે બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નંબર 04713, 6 માર્ચથી 27 માર્ચ 2025 દરમિયાન દર ગુરુવારે બિકાનેરથી બપોરે 3:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 1:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ ખાતે પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, મહેસાણા, ભીલડી, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લુની, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર ઉભી રહેશે. આ સાપ્તાહિક ટ્રેન 8 ફેરા લગાવશે.
બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેન
બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેન નંબર 04828, 9 માર્ચથી 30 માર્ચ 2025 દરમિયાન દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી સવારે 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 04:30 વાગ્યે ભગત કી કોઠી ખાતે પહોંચાડશે. જ્યારે પરત ફરવા માટે ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નંબર 04827, 8 માર્ચથી 29 માર્ચ 2025 દરમિયાન દર શનિવારે ભગત કી કોઠીથી સવારે 11:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 07.25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ ખાતે પહોંચડાશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવારા, જવાઈ બંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશનો પર ઉભી રહેશે. આ સાપ્તાહિક ટ્રેન 8 ફેરા લગાવશે.
બાંદ્રા ટર્મિનસ-જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
બાંદ્રા ટર્મિનસ-જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 04826, 11 માર્ચથી 25 માર્ચ 2025 દરમિયાન દર મંગળવારે સવારે 11:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 04:00 વાગ્યે જોધપુર ખાતે પહોંચાડશે. જ્યારે પરત ફરવા માટે જોધપુર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 04825, 10 માર્ચથી 24 માર્ચ 2025 દરમિયાન દર સોમવારે સાંજે 5:00 જોધપુરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ સાપ્તાહિક ટ્રેન 6 ફેરા લગાવશે.



