1.4 C
London
Thursday, November 20, 2025

Gujarat PSI written exam date 2025:  PSI લેખિત પરીક્ષાની તારીખ જાહેર, ઉમેદવારોએ તૈયારીમાં તેજી લાવવી

Gujarat PSI written exam date 2025:  PSI લેખિત પરીક્ષાની તારીખ જાહેર, ઉમેદવારોએ તૈયારીમાં તેજી લાવવી

Gujarat PSI written exam date 2025: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આગામી 13 એપ્રિલ, 2025 (રવિવાર) ના રોજ યોજાશે. ભરતી બોર્ડ દ્વારા આ અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

થોડા સમય પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board Official) દ્વારા PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો શારીરિક કસોટીમાં સફળ થયા છે તેઓ હવે લેખિત પરીક્ષા આપશે. ભરતી બોર્ડ દ્વારા 8 જાન્યુઆરી, 2025 ના રોજ રાજ્યના 15 કેન્દ્રો પર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરાયું હતું. આ કસોટી પૂર્ણ થયા બાદ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

હવે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025 રવિવારના રોજ યોજાશે. પરીક્ષામાં બે પેપર હશે – પેપર-૧ અને પેપર-૨, અને બંને પેપર ત્રણ-ત્રણ કલાકના રહેશે અને એક જ દિવસે લેવામાં આવશે. ઉમેદવારોને વધુ માહિતી માટે ભરતી બોર્ડની વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આ જાહેરાત ‘X’ (Twitter) પર પણ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025 ના રોજ લેવાશે. પેપર-૧ અને પેપર-૨ ની પરીક્ષા એક જ દિવસે યોજાશે અને તેની વધુ માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img