Amit Shah: તાલાલા-કોડીનારના ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો દોર: અમિત શાહે કર્યું સુગર મિલનું ઉદ્ઘાટન
Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમ્યાન શાહ જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ એક જ અઠવાડિયામાં ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ઉતરીને રાજકોટ જવા રવાના થયા હતા અને ત્યાંથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
અમિત શાહે તેમના સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. જ્યાં તેમનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે રુદ્ર સૂક્તના મંત્રોચ્ચાર સાથે સોમેશ્વર પૂજા કરવામાં આવી હતી. ઘી, દૂધ, દહીં, સાકર યુક્ત જળ અને મધ સહિતના દ્રવ્યો વડે કરવામાં આવ્યો અભિષેક કર્યો હતો.
દાદાના આશીર્વાદ લઈને તેઓ કોડીનાર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડીનાર સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કર્યું હતું. કોડીનાર સુગર મિલ પરિસર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોડીનાર સુગર મિલ પરિસરના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સંબોધતા કહ્યું હતું કે, “આ એક ખુબ જ મહત્વનો અને ખેડૂતોના હિતનો નિર્ણય છે. નરેન્દ્રભાઈએ ખેડૂતોની વાત સાંભળી અને સહકાર મંત્રાલય અલગ બનાવ્યું છે.
આજે આ ત્રણેય શુગરમીલોનું પુનરુદ્ધાર કરવામાં આવ્યું છે. આ શુગરમીલો ચાલુ થવાના કારણે 10,000 ખેડતોના જીવનમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે, ખેડતોના જીવનમાં આ મિલો સમૃદ્ધિ લાવશે. નરેન્દ્ર ભાઈએ આ ચાલુ કરવાનું વચન આપ્યું હતું. જે આજે આ વચન પૂરું કર્યું છે.”
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા 70 વર્ષમાં એક પણ વડાપ્રધાને કામ નથી કર્યું જે મોદી સરકારે કર્યું છે. 2013-14માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 60 કરોડથી વધુ વસ્તી અને ખેતી માટેનું બજેટ 22 હજાર કરોડનું હતું. 2023-24માં મોદી સરકાર બની ત્યારે 6 ગણું બજેટ મોદી સરકારે કર્યું છે. ખેડૂતોનું 1 લાખ 37 હાજર કરોડ રૂપિયા બજેટ વધાર્યું.
આ સાથે જ તેમને વધુમાં કહ્યું કે, આ સુગરમીલો ફરી ધમધમતી થશે ત્યારે તાલાલા પંથકમાં ખેડતોમાં જીવનમાં આશીર્વાદ થશે અને ફરીથી સુખ સમૃદ્ધિ આવશે. પરંતુ મારી સૌને એક જ વિનંતી છે કે, આપણે પાણી બચાવવાનું છે અને તે કામ માટે આખા દેશમાં આપણું ગુજરાત મોખરે હોવું જોઈએ.



