Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસ ડેરીના ‘દીસા દામા સીમેન સેન્ટર’નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલ દામા ગામ ખાતે બનાસ ડેરી દ્વારા સ્થપાયેલા આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટ નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. આ અવસરે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, જીલ્લાના વિધાયકો સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.
સીમેન ટેક્નોલોજીથી પશુપાલકોને મોટો ફાયદો!
આ “મેક ઈન ઈન્ડિયા” ટેક્નોલોજી આધારિત સીમેન સેન્ટર પશુપાલકો માટે ક્રાંતિરૂપ સાબિત થશે. આના કારણે 90% માદા પશુઓનો જન્મ થશે, જેનાથી દૂધ ઉત્પાદન અને પશુપાલકોની આવકમાં વધારો થશે. બનાસ ડેરી દામા સીમેન પ્રોડક્શન યુનિટ 20 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને વર્ષમાં 25 લાખથી વધુ ગુણવત્તાયુક્ત સીમેન ડોઝનું ઉત્પાદન કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉદ્દબોધનના મુખ્ય મુદ્દા:
વિકસિત ભારત માટે ખેડૂતો અને પશુપાલકોની ભૂમિકા મહત્વપૂર્ણ
ગુજરાતમાં દૂધ ઉત્પાદન 119.62 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું
બનાસ ડેરી દ્વારા દૂધ સાથે અન્ય પ્રોડક્ટ્સના ઉત્પાદનને મળ્યું પ્રોત્સાહન
આજના આધુનિક સીમેન સેન્ટરથી પશુપાલકોને ઊચ્ચ ગુણવત્તાના દૂધારા પશુઓ મળશે
દામા સીમેન સેન્ટરથી શું લાભ થશે?
આવારા પશુઓની સમસ્યા ઓછી થશે
દૂધ ઉત્પાદકોની આવક વધશે, દૂધ ઉત્પાદન બમણું થશે
100 રૂપિયાના સીમેન ડોઝનો ભાવ હવે માત્ર 50 રૂપિયા થશે
હવે સીમેન ડોઝ ઉત્પાદન ખર્ચ 730 રૂપિયાથી ઘટીને 280 રૂપિયા થશે

શંકરભાઈ ચૌધરી (ચેરમેન, બનાસ ડેરી) ની પ્રતિક્રિયા:
“આ સીમેન સેન્ટર પશુપાલકો માટે ક્રાંતિરૂપ થશે. 100 રૂપિયામાં સીમેન ડોઝ ઉપલબ્ધ થશે, જેનાથી સારા જાતિના પશુઓનું સંવર્ધન થશે અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે.”
‘મેક ઈન ઈન્ડિયા’ ટેક્નોલોજી આધારિત આ સીમેન સેન્ટર દ્વારા હવે ગુજરાતના પશુપાલકોની આવક વધી શકશે અને દૂધ ઉદ્યોગ વધુ મજબૂત બનશે.



