17.8 C
London
Friday, July 18, 2025

Mobile Call Forwarding Scam : મોબાઈલમાં આ સેટિંગ બદલવું જરૂરી! નથી તો થઈ શકે છે મોટી છેતરપિંડી

Mobile Call Forwarding Scam : મોબાઈલમાં આ સેટિંગ બદલવું જરૂરી! નથી તો થઈ શકે છે મોટી છેતરપિંડી

Mobile Call Forwarding Scam : આજના ડિજિટલ યુગમાં મોબાઈલ એક જરૂરી સાધન બની ગયું છે, પરંતુ તેની સાથે સાઈબર હેકરો અને ગઠિયાઓ નવી નવી ઠગાઈની યુક્તિઓ અજમાવી રહ્યા છે. તાજેતરમાં, એક નવો પ્રકારનો સાઈબર ફ્રોડ સામે આવ્યો છે, જેમાં તમારું મોબાઈલ સેટિંગ બદલીને તમારી જાણ બહાર તમારું કોલ ફોરવર્ડ કરી શકાય છે.

તમારું કોલ ઓટોમેટિક ફોરવર્ડ થઈ જાય છે?

જો તમે તમારા કોઈ નજીકના વ્યક્તિને ફોન કરો અને સામેથી અજાણ્યો અવાજ આવે, તો તમારે એ માત્ર નેટવર્ક સમસ્યા સમજી ફોન કાપી ન નાખવો. શક્ય છે કે તમારું કોલ કોઈ બીજાના નંબર પર ડાયવર્ટ કરાયું હોય. આવા કિસ્સાઓમાં તમારું ફોન હેક થઈ શકે છે અને OTP સહિતની મહત્વની જાણકારી ગઠિયાઓના હાથમાં પહોંચી શકે છે.

કેવી રીતે થાય છે છેતરપિંડી?

હેકર્સ તમારા ફોનમાં ખોટા કોડ સેટ કરી શકે છે.
તમારું કોલ અને મેસેજ ફોરવર્ડ થઈ જાય છે.
OTP અને અન્ય મહત્વની જાણકારી ગઠિયાઓ સુધી પહોંચે છે.
તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે.

સાઈબર ફ્રોડથી બચવા શું કરવું?

તમારું કોલ કયાં ડાયવર્ટ થયું છે તે ચેક કરવા માટે *#62# ડાયલ કરો.
કોલ ફોરવર્ડિંગ બંધ કરવા ##002# ડાયલ કરો.
સેટિંગમાં જઈને કોલ ફોરવર્ડિંગ ઑપ્શન ચેક કરી લેજો.
અજાણ્યા વ્યક્તિને તમારું ફોન આપતા પહેલાં સાવચેત રહો.

તમારા ફોનની સુરક્ષા એ તમારું પ્રાથમિક કામ છે

વર્તમાન સમયમાં સાઈબર ગઠિયાઓ વિવિધ પદ્ધતિઓ દ્વારા છેતરપિંડી કરી રહ્યા છે. તમારું મોબાઈલ હેક થઈ શકે છે, OTP લીક થઈ શકે છે અને બેન્ક ખાતું ખાલી થઈ શકે છે. ત્યારે સમયસર સાવધાની રાખવી જરૂરી છે.

તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ મહત્વની માહિતી જરૂર શેર કરો!

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img