Keshod Airport : રૂ. 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના નવીનીકરણની તૈયારી, પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ
Keshod Airport : જૂનાગઢના કેશોદ એરપોર્ટનો આગામી દિવસોમાં વિકાસ કરવામાં આવનાર છે. જેમાં 363 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જૂનાગઢ અને ગીર-સોમનાથના પ્રવાસનને વેગ આપવા માટે આ કવાયત હાથ ધરવામાં આવનાર છે.
નવું ટર્મિનલ બનનાર છે
વધુ મળતી માહિતી મુજબ એરપોર્ટમાં નવો કંટ્રોલ રૂમ, નવું ટર્મિનલ બનનાર છે. આ ઉપરાંત એરપોર્ટના રનવેની લંબાઇ પણ વધુ કરવામાં આવશે. જેમાં નાઈટ લેન્ડિંગની પરમિશન ટૂંક સમયમાં આપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગત વર્ષે અપાઇ હતી ફ્લાઇટને મંજૂરી
જૂનાગઢના કેશોદ અરપોર્ટ પર વધુ એક ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કેશોદ-મુંબઇ અને અમદાવાદ-કેશોદ ફ્લાઇટને શરૂ કરવામાં આવી હતી. જેમાં 27 ઓક્ટોબરથી કેશોદ મુંબઇની વધારાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. જેમાં મુસાફરો 45 મિનિટમાં કેશોદથી અમદાવાદ પહોંચી શક્યા હતા. અઠવાડિયામાં 3 દિવસ અમદાવાદ-કેશોદ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.



