6 C
London
Saturday, November 22, 2025

Ahmedabad Civil Campus : રાજ્યની આરોગ્ય સેવાઓ માટે મોટો નિર્ણય: અમદાવાદમાં 588 કરોડના ખર્ચે બનશે નવી હોસ્પિટલ

Ahmedabad Civil Campus : રાજ્યની આરોગ્ય સેવાઓ માટે મોટો નિર્ણય: અમદાવાદમાં 588 કરોડના ખર્ચે બનશે નવી હોસ્પિટલ

Ahmedabad Civil Campus : અમદાવાદ(Ahmedabad)શહેરમાં આવેલા સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા. કુશવાહના પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુના ઈન-ડોર બ્લોક વોર્ડ , બ્લોક એ થી ડી, અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી, 900 પથારીની નવીન જનરલ હોસ્પિટલ, 500 પથારીની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના) દર્દીઓ માટે હોસ્પિટલ બાંધવાનું આયોજન હાથ ધરાયું છે.

કુલ 2018 બેડ હોસ્પિટલ ઉપલબ્ધ થશે

ઋષિકેશ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે, આ કામગીરી માટે અંદાજીત કુલ રૂ. 588 કરોડની વહીવટી મંજૂરી અપાઇ છે. જેમાં અત્યારસુધીમાં છેલ્લા ચાર વર્ષમાં તબક્કાવાર કુલ રૂ. 236.50 કરોડની બજેટ જોગવાઇ કરાઇ છે. નવી બનનાર 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા 900 બેડની જનરલ હોસ્પિટલમાં 300 બેડ આઇ.સી.યુ. અને સ્પેશિયલ રૂમ, વી.આઇ.પી. રૂમ મળી કુલ 2018 બેડ હોસ્પિટલ ઉપલબ્ધ થશે.

દસ માળની આ નિર્માણાધીન હોસ્પિટલમાં 555 ફોર વ્હીલર્સ અને 1000 ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ, ચેપી રોગની અલાયદી ઓપીડી, ઓપરેશન થીયેટર તથા 115 બેડ જેમાં 15 બેડ ટી.બી આઈસીયુ બેડ, 300 આઈસીયુ બેડ પૈકી ચેપી રોગના 32 આઈસીયુ, 60 આઇસોલેશન રૂમની સુવિધા ઉપલબ્ધ બનશે.

131 કરોડના 3 કામો પ્રગતિ હેઠળ

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ મેડિસીટીના માસ્ટર પ્લાન તથા બજેટમાં મંજૂર થયેલ કામો પૈકી અત્યારસુધીમાં કુલ રૂ. 2590 કરોડના 35 કામો પૂર્ણ થયા છે તેમજ રૂ. 131 કરોડના 3 કામો પ્રગતિ હેઠળ છે અને રૂ. 739 કરોડના કામો શરૂ થનાર છે. આમ સિવિલ મેડિસીટી ડેવલપમનેન્ટમાં અત્યારસુધીમાં કુલ રૂ. 3460 કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img