0.6 C
London
Saturday, November 22, 2025

Congress National Conference : ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની જોરદાર તૈયારીઓ, રાહુલ ગાંધી 7-8 માર્ચે કરશે મુલાકાત

Congress National Conference : ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની જોરદાર તૈયારીઓ, રાહુલ ગાંધી 7-8 માર્ચે કરશે મુલાકાત

Congress National Conference: ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. 64 વર્ષ પછી તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થયું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)7-8 માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ પહોંચ્યા હતા.

ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ 7,8 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાત કરશે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. આ સાથે જ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે મિટિંગ કરશે. તથા સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે પણ મિટિંગ કરશે. અને ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img