3.4 C
London
Friday, November 21, 2025

Gujarat Child Labor Prevention: બાળ મજૂરી સામે ગુજરાત સરકારના કડક પગલાં: 616 બાળકો મુક્ત અને દંડ વસૂલ

Gujarat Child Labor Prevention: બાળ મજૂરી સામે ગુજરાત સરકારના કડક પગલાં: 616 બાળકો મુક્ત અને દંડ વસૂલ

Gujarat Child Labor Prevention: ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બાળ મજૂરી સામે સખત પગલાં લીધા છે. રાજ્યભરમાં 4,824 દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 455 બાળ મજૂરો અને 161 કિશોર મજૂરો સહિત કુલ 616 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ સાથે, બાળ મજૂરી કરાવનારાઓ પાસેથી કુલ 72.88 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

બાળ અને કિશોર મજૂર કાયદો

ભારતીય બંધારણની કલમ 23 હેઠળ જોખમી ઉદ્યોગોમાં બાળકોને કામ કરાવવો સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. 1986માં લાગુ થયેલા બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ અનુસાર, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના કામમાં રાખવું ગેરકાયદેસર છે. 14 થી 18 વર્ષના કિશોરોને માત્ર બિન-જોખમી કામોમાં નોકરી પર રાખી શકાય છે.

Gujarat Child Labor Prevention

ગુજરાત સરકારે આ કાયદામાં સુધારો કરીને ઉલ્લંઘન કરનારાઓને 6 મહિના થી 2 વર્ષ સુધીની સજા અને 20,000 થી 1 લાખ રૂપિયાના દંડની સજા જાહેર કરી છે. જો આ ગુના વારંવાર કરવામાં આવે તો સજા 1 થી 3 વર્ષ સુધી વધારી શકાય છે.

મુક્ત કરાયેલા બાળકોનો પુનર્વસન

મુક્ત કરાયેલા બાળકોને બાળ કલ્યાણ સમિતિ (CWC) દ્વારા તપાસ કર્યા બાદ તેમના પરિવારને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યના CWC દ્વારા તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવે છે. જરૂરી પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ નાણાકીય સહાય અને પુનર્વસનના લાભો આપવામાં આવે છે.

Gujarat Child Labor Prevention

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ

દર વર્ષે 12 જૂને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ ઉજવવામાં આવે છે. આ વર્ષની 2025 ની થીમ “સલામત અને સ્વસ્થ પેઢી” છે, જેનો ઉદ્દેશય યુવા કામદારોની સલામતી અને આરોગ્યમાં સુધારો કરવો અને બાળ મજૂરી ને સંપૂર્ણ રીતે નાબૂદ કરવો છે.

ગુજરાત સરકારના પગલાં અને નિવારણ

ગુજરાત સરકારના કડક પગલાં અને પુનર્વસન માટેની પ્રયત્નો દ્વારા બાળક મજૂરી સામે એક મજબૂત સંદેશો પાઠવવામાં આવ્યો છે અને બાળકોના અધિકારોના રક્ષણ માટે સખત કાયદા અને ઉકેલો લાવવામાં આવ્યા છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img