Gujarat weather update: 7 જિલ્લા માટે વરસાદની આગાહી, ચોમાસું ક્યારે આવશે? IMD ની આગાહી અપડેટ
Gujarat weather update: આજકાલ ગુજરાતમાં ગરમીનો પ્રભાવ ચઢી રહ્યો છે, અને લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગએ ચોમાસા સંબંધિત નવા અપડેટ્સ જાહેર કર્યા છે, જેમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી:
હવામાન વિભાગે જણાવ્યાં અનુસાર, હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી, પરંતુ 9 થી 12 જૂન દરમિયાન દરિયાકાંઠે વિસ્તારોમાં હળવો વરસાદ હોઈ શકે છે. અમરેલી, ભાવનગર, સોમનાથ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં 10, 11 અને 12 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

ચોમાસું ક્યારે થશે સક્રિય?
હવામાન વિભાગ અનુસાર, 10 જૂનના આસપાસ વલસાડમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. જોકે, આ સમયે ચોમાસું સંપૂર્ણ સક્રિય નહિ થાય અને 12 થી 15 જૂન દરમ્યાન ચોમાસું વધુ સક્રિય થઈ શકે છે.

આગામી દિવસોમાં હવામાન:
13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારી જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. 14 જૂનમાં પણ રાજકોઠ, જૂનાગઢ, બોટાદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.



