2.7 C
London
Friday, November 21, 2025

Gujarat monsoon forecast: ચોમાસાની રાહ હવે પૂરી? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat monsoon forecast: ચોમાસાની રાહ હવે પૂરી? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat monsoon forecast: ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જણાવે છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત માટે લોકોને થોડી વધુ ધીરજ રાખવી પડશે. રાજકોટ જિલ્લામાં 8થી 11 જૂન સુધી છૂટાછવાયા વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવાયું છે. દિવસમાં તાપમાન 40-41 ડિગ્રી અને રાત્રે 25-27 ડિગ્રી વચ્ચે રહેશે, જ્યારે ભેજનો પ્રમાણ 45થી 80 ટકાના અંદર રહેશે. પવન પશ્ચિમ તરફથી 18-22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવશે.

ડાંગમાં ગાઢ ધુમ્મસથી ઢંકાયેલા માહોલમાં પ્રવાસીઓએ શાંતિ અને ઠંડકનો અનુભવ કર્યો છે, ખાસ કરીને સાપુતારા, સર્પગંગા તળાવ, અને ટેબલ પોઈન્ટ વિસ્તારમાં આ દ્રશ્યો જોવા મળ્યા.

Gujarat monsoon forecast

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતમાં ચોમાસાની અસર 12મી જૂનથી જ શરૂ થશે અને તે પહેલા ગરમીમાં વધારો થશે. તાપમાન 34થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ભારે વરસાદ માટે પણ તૈયારી રાખવી પડશે, કારણ કે રાજ્યમાં અનેક હવામાન સિસ્ટમો રચાઈ રહી છે.

Gujarat monsoon forecast

પરેશ ગોસ્વામીની દૃષ્ટિએ, મહારાષ્ટ્રમાં તૂટેલી ચોમાસાની સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે. પણ અરબી સમુદ્રમાં નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાની છે, જે આગામી દિવસોમાં ગુજરાતમાં અચાનક અને ભારે વરસાદ લાવી શકે છે. હાલ તાપમાન વધુ હોવા છતાં રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઇ રહ્યો છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img