Octane Pizza hygiene issue: ઓક્ટેન પીઝાના ગુલાબજાંબુમાંથી નીકળ્યો વંદો, AMCની તાત્કાલિક કાર્યવાહી
Octane Pizza hygiene issue: અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તાર સીઆઈજી રોડ પર આવેલ પ્રસિદ્ધ ફૂડ આઉટલેટ “ઓક્ટેન પીઝા” હાલમાં ગંભીર વિવાદમાં ઘેરાયું છે. ગ્રાહકે ઓર્ડર કરેલા ગુલાબજાંબુમાંથી જીવંત વંદો નીકળ્યો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ફૂડ હાઈજીનના મામલે ગંભીર બેદરકારીનો પર્દાફાશ થતા AMCના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓક્ટેન પીઝાના રસોડા અને સર્વિંગ એરિયામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી. ફૂડ સર્વિસના માનદંડો સાથે ઠેઠ ખોટી બેફામ વ્યવસ્થા સામે આવી છે.

તાત્કાલિક ચેકિંગમાં સ્પષ્ટ થયું કે રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ખાદ્યપદાર્થોની સંભાળ અને પીરસવાની પદ્ધતિઓમાં સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી રહી હતી. ખુલ્લા આમ ગંદકીની ભીતર પીઝા તથા મિઠાઈ જેવી વસ્તુઓ તૈયાર કરાતી હોવાનો આક્ષેપ છે.
AMCની કામગીરી રામભરોસે?
સ્થાનિક નાગરિકો અને સોશ્યલ મીડિયા યુઝર્સે એએમસીની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. ઘણીવાર વિડિયો વાયરલ થયા પછી જ તંત્ર હરકતમાં આવે છે. જો નાગરિક જાગૃત ન હોય તો આવા કિસ્સાઓ દૂર દૂર સુધી નથી પહોંચતાં.



